જામનગર: ભાગદોડના આ યુગમાં આજનો યુવાન પોતાની સાચી મૂડી સમાન શરીરની ખેવના કરવાનું ભૂલી ગયો છે. પરિણામે અનેક રોગો માથું ઊંચકે છે. ત્યારે સાચી મિલકત સમાન શરીરને સાચવવું ખૂબ જ જરૂરી બન્યું છે. યુવાનોએ ખાસ પોતાના શરીર પાછળ સમય બગાડવો જોઈએ. આ વાત કહી રહ્યા છે જામનગરના યુવાન. તાજેતરમાં જબરી સિદ્ધિ હાંસલ કરી છે. આવો જાણીએ વિસ્તારથી.
તાજેતરમાં જામનગરની તાકાતના આખી દુનિયાએ દર્શન કર્યા હતા. તાજેતરમાં કઝાકિસ્તાન ખાતે ઇન્ટરનેશનલ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. IFBB પ્રો લીગ તરીકે ઓળખાતા આ શોમાં જામનગરના યુવાન તોફિક જુણેજાએ ગુજરાતનો પ્રથમ ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો. મેન્સ ફિઝિક્સ તરીકેની કેટેગરીમાં આ યુવાને ગુજરાતને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
તોફિક જુણેજાએ કહ્યું કે, “આજની તારીખે પણ દિવસ દરમિયાન એક થી બે કલાક પોતાના શરીર પાછળ ફાળવે છે અને તેઓ અનિવાર્ય સંજોગોને બાદ કરતા કસરત કરવાનું ક્યારેય પણ ટાળતા નથી. રેગ્યુલર જીમમાં કસરત કરે છે.”
યુવાનોને સંદેશ આપતા જણાવ્યું કે શરીર જ સાચી મૂડી છે. એટલે રેગ્યુલર સમયમાં દિવસ દરમિયાન બે કલાક શરીર પાછળ ફાળવવા જ જોઈએ અને ખાસ જંક ફૂડ અવોઇડ કરવા જોઈએ. કારણ કે 40 થી 42 વર્ષની ઉંમર વીત્યા પછી શરીરની કિંમત સમજાય છે. પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હોય છે. આથી યુવાનોએ ખાસ શરીરને મહત્વ આપવું જોઈએ.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર