જામનગરના RTI એક્ટીવીસ્ટ સામે પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરે પતાવી દેવાની ધમકી આપ્યાની વળતી ફરિયાદ નોંધાવાઈ | Counter complaint filed against RTI activist from Jamnagar for threatening to PGVCL contractor

HomeJamnagarજામનગરના RTI એક્ટીવીસ્ટ સામે પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરે પતાવી દેવાની ધમકી આપ્યાની વળતી ફરિયાદ...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Jamnagar : જામનગરમાં મયુર સાગર એપાર્ટમેન્ટમાં રહેતા આર.ટી.આઈ એક્ટિવિસ્ટ કલ્પેશ વિનોદરાય આસાણીએ જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને મોબાઈલ ફોનમાં અને રૂબરૂ પતાવી દેવાની ધમકી આપવા અંગે પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર બેડીમાં રહેતા અનવર ઇસ્માઈલભાઈ કુંગડા સામે ફરિયાદ નોંધાવી હતી, તેમાં કોન્ટ્રાક્ટરની પોલીસ દ્વારા અટકાયત કરાયા બાદ કોન્ટ્રાક્ટરની પણ વળતી ફરિયાદ લેવાય છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર  પીજીવીસીએલમાંથી 11 કેવી વાલસૂરા ફીડરમાં કોન્ટ્રાક્ટરને કેબલનું કામ અપાયું છે. જે ઓર્ડરની જોગવાઈ મુજબ કામ થતું ન હોવાથી કલ્પેશ આસાણી દ્વારા જુદા જુદા સરકારી વિભાગમાં અરજી કરવામાં આવી હતી. જે અરજીનો ખાર રાખીને ધાકધમકી અપાઈ હોવાનું પોલીસને જણાવાયું છે પોલીસે આરોપી કોન્ટ્રાક્ટર ની અટકાયત કરી હતી.

 દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા પણ પોતાને જુદા જુદા વિભાગોમાં અરજી કરી હેરાન પરેશાન કરી ધમકી આપવા અંગે આરટીઆઇ એક્ટિવિસ્ટ કલ્પેશ આસાણી સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે કલ્પેશ આશાણી સામે ગુનો નોંધ્યો છે, અને તેની પણ અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon
What would make this website better?

0 / 400