જામનગરના લાલપુરમાં PGVCLની ટુકડી તથા પોલીસે સંયુક્ત રીતે દારૂના ધંધાર્થીઓને ત્યાં ઓચિંતું વીજ ચેકિંગ કરતા નાસભાગ | PGVCL team and police jointly conducted a surprise electricity check on liquor traders in lalpur

HomeJamnagarજામનગરના લાલપુરમાં PGVCLની ટુકડી તથા પોલીસે સંયુક્ત રીતે દારૂના ધંધાર્થીઓને ત્યાં ઓચિંતું...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા જુદા જુદા બુટલેગરોની યાદી તૈયાર કરવામાં આવી હતી, અને અગાઉ દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય અથવા તો તેઓ સામે એકથી વધુ દારૂના કેસ થયા હોય તેવા 22 જેટલા બુટલેગરોના નામોની યાદી બનાવવામાં આવી હતી, અને લાલપુરના પી.એસ.આઇ તેમજ અન્ય પોલિસ સ્ટાફ, જીઆરડીના જવાનો ઉપરાંત પીજીવીસીએલની ટીમને સાથે રાખીને આજે વહેલી સવારે સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા. 

જામનગરના લાલપુરમાં PGVCLની ટુકડી તથા પોલીસે સંયુક્ત રીતે દારૂના ધંધાર્થીઓને ત્યાં ઓચિંતું વીજ ચેકિંગ કરતા નાસભાગ 2 - image

ઉપરોક્ત ચેકિંગ દરમિયાન જુદા જુદા 10 ઘરોમાં વીજ ચોરી થતી હોવાનું માલુમ પડ્યું હતું. આવા 10 બુટલેગરરોના મકાનના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા, અને તેઓને રૂપિયા 3,40,000 ના દંડ સહિતના પુરવણી કરવામાં આવ્યા છે. લાલપુર પોલીસ અને વિજ તંત્રની ઓચિંતી કાર્યવાહીને લઈને વિજચોરો અને બુટલેગરોમાં ફફડાટ મચી ગયો છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon