જામનગરના મેયરના વોર્ડમાં અકસ્માતને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો, ગટરનું ઢાંકણ તૂટી જતાં અનેક વાહનચાલકોને હાલાકી | many motorists in trouble as sewer cover breaks in the mayor’s ward of Jamnagar

HomeJamnagarજામનગરના મેયરના વોર્ડમાં અકસ્માતને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો, ગટરનું ઢાંકણ તૂટી...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Jamnagar : જામનગરના મેયરના વોર્ડ નંબર 16 માં અકસ્માતને આમંત્રણ આપે તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. વોર્ડ નંબર 16 માં કીર્તિ પાન પાસે નવા ડીપી રોડ પર મધ્યમાં ગટરનું ઢાંકણ આવેલું છે, જે ઢાંકણું તૂટી ગયું છે, અને માત્ર સળિયા દેખાઈ રહ્યા છે. ઉપરાંત ગટરનું ઢાંકણુ રોડથી અંદરની તરફ ઉતરી ગયું હોવાથી અનેક વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડે છે. 

આ રોડ પર પ્રતિદિન હજારો લોકોની અવરજવર થાય છે, અને અનેક આસપાસના વિસ્તારની સોસાયટીના લોકોએ અહીંથી પસાર થવું પડે છે. ત્યારે સીસી રોડની વચ્ચે મુકાયેલું ગટરનું ઢાંકણ કે જે સામાન્ય રીતે કોઈ વાહન ચાલકોના નજરમાં આવતું નથી, અને વાહનો ઢાંકણ સહિતના ખાડામાં પડવાની ભીતી રહેછે. કેટલાક વાહનચાલકો તેમાં ઇજાગ્રસ્ત પણ બન્યા છે.

 જામનગર મહાનગરપાલિકાના વહીવટી તંત્રએ તાત્કાલિક ધોરણે આ તૂટી ગયેલું ઢાંકણને દૂર કરીને નવું ગટરનો ઢાંકણું લગાવી દેવા અનેક લોકો માંગણી કરી રહ્યા છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon