![]()
Jamnagar Crime : જામનગર દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા અજય ભરતભાઈ કનખરા ઉર્ફડ લાલો નામના 28 વર્ષના યુવાન પર ગઈકાલે રાત્રિના જૂની અદાવતનું મન દુઃખ રાખીને ત્રણથી ચાર શખ્સોએ છરી અને લોખંડના પાઈપ વડે હુમલો કરી લોહી લુહાણ કર્યો હતો. જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો, અને જ્યાં તેની ઘનિષ્ઠ સારવાર કરવી પડી હતી, અને માથામાં ટાંકા લેવા પડ્યા હતા.
આ બનાવની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર મનીષભાઈ કનખરા તેમજ અન્ય અગ્રણીઓ જી.જી.હોસ્પિટલમાં દોડી ગયા હતા. આ બનાવ બાદ સીટી બી.ડિવિઝનની પોલીસ ટુકડી પણ જી.જી હોસ્પિટલમાં દોડી ગઈ હતી, અને આ બનાવ અંગે ગુનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
[ad_1]
Source link

