જામનગરના ચીટર સામે ૨૦ લાખની છેતરપિંડીનો વધુ એક ગુનો નોંધાયો | Another case of fraud of Rs 20 lakhs registered against Jamnagar cheater

HomeRAJKOTજામનગરના ચીટર સામે ૨૦ લાખની છેતરપિંડીનો વધુ એક ગુનો નોંધાયો | Another...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

લોરેન્સ બિશ્નોઇ ગેંગના નામે ધમકીનો આક્ષેપ કરનાર

કારખાનેદારને ખોટી ઓળખ આપી ત્રાહિત પેઢીના જી.એસ.ટી. નંબરના આધારે બ્રાસ સ્ક્રેપ ખરીદી નાણાં ન ચૂકવ્યાઃ ચીટર દ્વારા પણ વળતી ફરિયાદ

જામનગર :  જામનગરના એક કારખાનેદાર સાથે બ્રાસનો ભંગાર ખરીદવાના બહાને
છેતરપિંડી કરવા અંગે લોરેન્સ બિશ્નોઇ ગેંગના નામે ધમકીનો આક્ષેપ કરનાર ચીટર સામે
સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. ત્યારબાદ તેની સામે વધુ રૃપિયા ૨૦
લાખના ચીટીંગનો ગુનો નોંધાયો છે. જ્યારે પોતાની પાસેથી પૈસા કઢાવવા મોબાઈલ ફોનમાં
તુજે ઘરશે ઉઠવા
લુંગા
તેવી
ધમકી આપ્યાની ચીટર શખ્સ દ્વારા વળતી ફરિયાદ પણ નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર
કોલોની વિસ્તારમાં રહેતા અને લોરેન્સ બિશ્નોઇ ગેંગના નામે પોતાને ધમકી મળી હોવાનો
આક્ષેપ કરનાર શખ્સ સાગર કાળુભાઈ નંદાણીયા કે જેની સામે તાજેતરમાં સીટી સી. ડિવિઝન
પોલીસ મથકમાં બ્રાસપાર્ટના એક વેપારીએ ડિવિઝન પોલીસ મથકમાં રૃપિયા તેર લાખના
ચિટિંગ અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોતાને કારખાનેદાર તરીકેની ઓળખ આપી બ્રાસનો
ભંગાર ખરીદ કરી પૈસા ચૂકવવામાં હાથ ઊંચા કરી લીધા હતા. જે અંગે ગુનો દાખલ થયા બાદ
તેની સામે વધુ એક કારખાનેદાર સામે આવ્યા છે.

 હાલ જામનગરમાં
રહેતા અને મૂળ મહારાષ્ટ્રના પુણેના વતની ખુશાલસિંહ રઘુજી રાજપુત કે જેઓ પોતે
ઉદ્યોગ નગર વિસ્તારમાં વ્યવસાય કરે છે
,
જેની પાસેથી સાગર કાળુભાઈ નંદાણીયાએ મનીષ જૈન નામના અન્ય વેપારીનો ખોટું નામ
ધારણ કરીને તેમજ મોદી મેટલ નામની અન્ય પેઢીના જીએસટી નંબર રજૂ કરીને ૨૦.૭૬ લાખનો
બ્રાસનો ભંગાર ખરીદ કર્યો હતો
,
અને તેની રકમ ચૂકવવામાં ઠાગાઠૈયા કરતાં આખરે તેની સામે પંચકોશી બી. ડિવિઝન
પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.ઉપરોક્ત ગુનામાં તપાસ ચલાવી રહેલી પોલીસ
દ્વારા સાગર નંદાણીયા કે જેને અગાઉના કેસમાં જેલ હવાલે થયા બાદ જામીન મળતાની સાથેજ
અન્ય ફરિયાદમાં તેની અટકાયત કરી લેવામાં આવી છે. અને રિમાન્ડ પર લેવા માટે અદાલત
સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યો છે.

પોલીસ પૂછપરછ દરમિયાન તેને કારખાનેદાર ખુશાલસિંહ રાજપુતે
મોબાઈલ ફોનમાં ધમકી આપ્યા અંગેની વળતી ફરિયાદ પણ નોંધાવી છે. પોતાની પાસેથી પૈસા
કઢાવવા માટે મોબાઈલ ફોનમાં તો
તુજે ઘર
સે ઉઠવા લુંગા
તેવી
ધમકી આપી હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું છે. જેથી પંચકોશી બી. ડિવિઝન પોલીસમથકમાં
સાગર નંદાણીયાની ફરિયાદના આધારે કારખાનેદાર ખુશાલસિંહ રાજપુત સામે વળતી ફરિયાદ
નોંધવામાં આવી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon