જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુનો વિશ્વ પર્યાવરણ દિવસે સંદેશો , પ્રત્યેક નાગરિકે એક વર્ષમાં એક નવુ વૃક્ષ અવશ્ય વાવવું | Every citizen must plant one new tree in a year : Jamnagar SP message on World Environment Day

0
4

Jamnagar Police : ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે 5 મી જુને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. પર્યાવરણની જાળવણી માટે વિવિધ વ્યકિત, સંસ્થા અને સરકારી વિભાગો કામગીરી કરતા હોય છે. જામનગરના પોલીસ વિભાગ દ્વારા પર્યાવરણ જાળવણી માટે પ્રસંશનીય કામગીરી કરી છે. શહેરમાં પોલીસ હેડક્વાર્ટરમાં છેલ્લા 2 વર્ષમાં 27 હજાર જેટલા વૃક્ષોનુ વાવેતર અને ઉછેર કર્યો છે. ટપક સિંચાઈ પધ્ધતિથી ફુલ, ફળ અને વૃક્ષોનું વાવેતર અને ઉછેર કર્યો છે. શહેરની મધ્યમાં આવેલા પોલીસ હેડક્વાર્ટરમાં ઓકસીજન પાર્ક પોલીસ જવાનોએ તૈયાર કર્યો છે. 

જામનગર પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવા માટે તો ફરજ બજાવે છે. સાથે જ સામાજીક જવાબદારી પણ નિભાવે છે. જામનગર પોલીસ દ્વારા ફેબ્રુઆરી-2025 એચડીએફસી બેન્કના સહયોગથી ઓકસીજન પાર્ક તૈયાર કર્યો. જેમાં ૨૫ હજાર વૃક્ષોનુ વાવેતર કર્યુ, છે, અને તેના ઉછેરની જવાબદાર નિભાવી રહ્યા છે. આ ઓકસીજન પાર્કમાં મિયાવાકી પધ્ધતિથી વૃક્ષોનો ઉછેર કરે છે. જેમાં સેતુર, ગોસર આંબલી, સુરમ, અરીઠા, બદામ, લાલભાજી, રાવળાજાબું, આંબલી, બીલીપત્ર, લીમડો, ગરમાળો, ગુગળ સહીતના 45 પ્રકારના વૃક્ષોનુ વાવેતર કર્યુ છે. 

આ ઉપરાંત આમ્રવાટીકા જાન્યુઆરી-2025માં આશરે 500 જેટલા વૃક્ષોનુ વાવેતર કર્યુ. જેમાં વિવિધ પ્રકારના આંબાનુ વાવેતર કર્યુ છે. તેમજ 2022માં અમૃત વાટીકામાં આશરે 1 હજાર જેટલા વૃક્ષોનુ વાવેતર કર્યુ છે. જેમાં જુદા-જુદા ફળો ,લીબુ, બદામ, આંબલી સહીતુના વૃક્ષોનુ વાવેતર કર્યુ છે. તેમજ વેજીટેબલ ગાર્ડનમાં વિવિધ શાકભાજીનુ વાવેતર કર્યુ છે. 

જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુનો વિશ્વ પર્યાવરણ દિવસે સંદેશો , પ્રત્યેક નાગરિકે એક વર્ષમાં એક નવુ વૃક્ષ અવશ્ય વાવવું 2 - image

આમ કુલ 1 ઓકસીજન પાર્ક, બે વાટીકા અને એક બગીચામાં કુલ 27 હજાર જેટલા વૃક્ષોનુ વાવેતર અને જતન કરવામાં પોલીસના જવાનોએ સફળ અને પ્રસંશનીય કામગીરી કરી છે. પોલિસ હેડકવાટર્સમાં પોલીસ કર્મચારીઓ મટેના કવાટર્સ આવેલા છે. સાથે પોલીસ મથકો અને કચેરીઓ કાર્યરત છે. અહી ખાલી પડેલી વૈરાન જગ્યામાં પોલીસ દ્વારા વન ઉભું કરવામાં આવ્યું છે. 

ગત ફેબ્રુઆરી-2025માં રાજકોટ રેન્જ આઈ અશોકકુમાર યાદવની ઉપસ્થિતીમાં ઓકસીજન પાર્ક તૈયાર કરવામાં આવ્યો. અને જામનગર પોલીસની ટીમ દ્વારા થતી પર્યાવરણ અંગેની કામગીરીને રેન્જ આઈજીએ વખાણીને બીરદાવી હતી. અન્ય જીલ્લાની પોલીસે પણ આ પ્રકારની કામગીરી કરવા જામનગર પોલીસ દ્વારા પ્રેરણારૂપ કામગીરી કરાઈ છે.  પોલીસની વિવિધ ફરજની કામગીરીની સાથે પર્યાવરણની લગતી કામગીરી અંગે અધિકારીઓને કામની જવાબદારી સોપવામાં આવેલી છે. પોલીસ હેડક્વાર્ટરમાં વૃક્ષોના ઉછેર અને જતન માટે નિયમિત નિષ્ઠાપુર્વક કામગીરી પોલીસ જવાનો કરતા હોય છે. આ ઉપરાંત સમાયાંતરે પોલીસની ટીમ દ્વારા શ્રમદાન કરીને વનમાં કામગીરી કરીને પર્યાવરણ જતન માટે પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે. જેના પરીણામ સ્વરૂપે હેડક્વાર્ટરમાં ‘વન વગડો’ જોવા મળે છે. 

આજે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે, ત્યારે જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુએ જામનગર શહેર જિલ્લાની તમામ જનતાને સંદેશો આપ્યો છે, કે પ્રત્યેક નાગરિકે પોતાના જીવનમાં વર્ષ દરમિયાન એક વૃક્ષનું અવશ્ય વાવેતર કરીને ધરતી માતાને વળતર આપવું જોઈએ. સાથે સાથે તેના નિભાવની જવાબદારી પણ સંભાળવી જોઈએ.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here