જામજોધપુરમાં તાંત્રીક વિધીથી રૂપીયા બનાવી દેવાનો ડેમો બતાવી રૂ.10 લાખની છેતરપીંડીના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો | Accused absconding for year arrested in Jamjodhpur for cheating 10 lakh through Tantric method

HomeJamnagarજામજોધપુરમાં તાંત્રીક વિધીથી રૂપીયા બનાવી દેવાનો ડેમો બતાવી રૂ.10 લાખની છેતરપીંડીના ગુનામાં...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Jamnagar : જામનગર જિલ્લાના જામજોધપુરમાં તાંત્રિક વિધિથી રૂપિયા ડબલ કરી દેવાની લાલચે ડેમો બતાવી છેતરપિંડી કરી 10 લાખ જેવી માતબર રકમ પડાવી લેવા અંગેના ચકચારી પ્રકરણમાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને જામનગરની પેરોલ ફર્લો સ્કવૉર્ડની ટીમેં ઝડપી લીધો છે, અને શેઠ વડાળા પોલીસ મથકમાં સુપ્રત કરી દીધા છે.

 જામનગર જીલ્લાના શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ- 406, 420, 114 મુજબ વર્ષ-2023માં અમદાવાદ તથા જુનાગઢના આશરે ચાર થી પાંચ ઇસમોએ જામજોધપુર તાલુકાના કલ્યાણપુરગામના ખેડુત પરીવારને વિશ્વાસમાં લઇ તાંત્રીક વિધીથી રૂપીયા બનાવી દેવાનો ડેમો બતાવી ફરીયાદી પાસેથી કટકે, કટકે આંગડીયા પેઢી મારફતે આશરે 10 લાખ જેટલા રૂપીયા પડાવી લઇ ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપીડી કર્યા અંગેની ફરિયાદ નોંધાવાઈ હતી.

 જેમાં આરોપી બરકતઅલી પ્યારઅલી પંજવાણી (ઉ.વ.45 રહે. ખોજા સોસાયટી મોરબી)  છેલ્લા એક વર્ષથી નાસતો- ફરતો હોય જે આરોપીને પેરોલ ફર્લો સ્કવૉર્ડની ટીમે વાંકાનેરમાંથી ઝડપી લીધો છે અને તેને શેઠવડાળા પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon