• સ્પીડબ્રેકર મૂકવાની માંગ સાથે લોકોનો એક કલાક ચક્કાજામ
• સવારે 10 વાગ્યે ગમખ્વાર અકસ્માત
• કાકાની સાથે સાત મહિનાના બાળકનું પણ મોત
આગેવાનોની રજૂઆત બાદ તંત્રએ એક તબીબ આપ્યા બાદ પોસ્ટમોર્ટમ થયા જાફ્રાબાદના લોઠપુર નજીક વહેલી સવારે 10 વાગ્યે ગમખ્વાર અકસ્માત થતા કાકા અને સાત માસના ભત્રીજાના ઘટનાસ્થળે મોત થતા અરેરાટી વ્યાપી જવા પામી છે.જયારે ગામના લોકોએ રસ્તા પર સ્પીડબ્રેકર મુકવાની માગણી સાથે એક કલાક ચકકાજામ કર્યો હતો બાદમા સમજાવટથી મામલો થાળે પડયો હતો.
રાજુલા લોઠપુર નજીક પસાર થતા GJ 6 WE 9906 નંબરના ટ્રકે અહીં ઊભેલા બંને કાકા ભત્રીજા તુલસીભાઈ કાનાભાઈ સોલંકી તેમજ સાત માસના નિશાંત હરજીભાઈ સોલંકી બંને ઉભા હતા ત્યારે ઠોકર મારતા બંનેના ઇજાઓ થતાં ગંભીર રીતે ઘવાતા બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છૂટયો હતો. રોષિત લોકોએ રસ્તા પર સ્પીડબ્રેકર મૂકવાની માગણી સાથે એક કલાક ચકકાજામ કર્યો હતો.બાદમા સમજાવટથી મામલો થાળે પડયો હતો. જાફ્રાબાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા પણ હાલમાં ચાલતી હડતાલના હિસાબે પીએમની કાર્યવાહી અટકીને ઊભી હતી.ઘટનાની જાણ થતાં પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી,કરસનભાઈ પટેલ તેમજ સરપંચ રાણાભાઈ સહિતના આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા અને આરોગ્ય મંત્રી તેમજ કલેકટરને રજૂઆત કરી હતી અને પીએમ માટેની કાર્યવાહી માટે ઉગ્ર રજૂઆત કરતા તાત્કાલિક અસરથી એક ડોક્ટરને મૂકવામાં આવ્યો હતો અને પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કાકાની સાથે સાત મહિનાના બાળકનું પણ મોત થતા નાના એવા લોઠપુર ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી