- બિલ્ડિંગ ધરાશાયી થતા લોકો ઈજાગ્રસ્ત થયા
- ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
- બિલ્ડિંગ નીચે ચાની કીટલી પર લોકો હતા ઉભા
જાફરાબાદમાં બિલ્ડિંગ ધરાશાયી થતા 2ના મોત થયા છે. બિલ્ડિંગ ધરાશાયી થતા એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત થયો છે. તેમજ અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બિલ્ડિંગ નીચે ચાની કીટલી પર લોકો ઉભા હતા. જેમાં ટાવર ટોક પર SBIનું બિલ્ડિંગ ધરાશાયી થતા દોડધામ મચી છે.
ટાવર ચોકમાં SBIનું બિલ્ડિંગ ધરાશાયી થયુ
અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે આવેલ ટાવર ચોકમાં SBIનું બિલ્ડિંગ ધરાશાયી થયુ છે. બિલ્ડિંગની નીચે ચાની હોટેલ આવેલ હોય સવાર સવારમાં લોકો ચા પીવા આવ્યા હતા. ત્યારે SBIનું બિલ્ડિંગ અચાનક ધરાશાયી થતાં કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે. જેમાં લોકોના ટોળા ઉમટી પડતા ભારે ભીડ જામી છે. તેમજ સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઇ છે.
હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે
હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. વધુ લોકો દટાયા હોવાની આશંકા છે. તેમજ આસપાસના રહીશો ભેગા થઈ ગયા હતા અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. લોકોને કાટમાળમાંથી કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.