Theft incident in Jafarabad: અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આવેલી નર્મદા સિમેન્ટ કંપનીની કોલોનીના બે રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. કંપનીના એચ.આર વિકાસ વર્મા અને પરચેઝ હેડ લલીત ગુપ્તાના કાનમાં ચોરોએ હાથ સાફ કર્યો. ઘરની તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના, વિદેશી ચલણી નોટો સહિત કુલ રૂ.7,25,718નો મુદ્દા ચોરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો: સુરતની VNSGUમાં નકલી માર્કશીટથી એડમિશનનું કૌભાંડ, કેટલાકે તો MBBS, વકીલાતની ડિગ્રી મેળવી
જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીની ફરીયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા કંપનીના સીસીટીવી કેમેરાની તપાસ કરી ચોરોને શોધવાની કવાયત શરૂ કરી છે. તપાસમાં ડોગ સ્કોડ, એલસીબી સહિત પોલીસના પોલીસ ટીમની મદદ લેવાઈ છે. નોંધનીય છે કે, કોલોનીમાં સામાન્ય લોકોને પ્રવેશ અપાતો નથી. સાથે જ ગેટ પર સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત રહે છે, છતાં તસ્કરો ઘરમાં કેવી રીતે ઘુસ્યા તે એક મોટો સવાલ છે