- અલગ-અલગ બે બોટમાં માછીમોરો લાપતા
- મરીન પોલીસે બન્નેની શોધળોખ શરૂ કરી
- મરીન પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ દાખલ
અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં બે અલગ અલગ બોટમાં માછીમારી કરવા ગયેલા 2 માછીમારો લાપતા થયા છે. આ બનાવની વિગત એવી છે કે, માં ગેલ અંબે નામની બોટમાંથી માછીમારી કરવા ગયેલો 22 વર્ષીય યુવક જાળ બાંધવા સમયે દરિયાના પડી ગયો હતો અને લક્ષ્મી પ્રસાદ નામની બોટમાં રાત્રિના બોટમાંથી પગ લપસતા 38 વર્ષીય માછીમાર લાપતા થયા છે.
ગત 11 માર્ચે દરિયામાં લાપતા થયેલા માછીમારોની જાફરાબાદ મરીન પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદ દાખલ થતાં મરીન પોલીસે બન્નેની શોધળોખ શરૂ કરી છે.