જાગફળીમાં ઘરની અગાસીનો સ્લેબ તૂટી યુવક પર પડતા મોત | Youth dies after roof slab collapses in Jagphali

0
13

વિરમગામમાં કમોસમી વરસાદ બાદ

૪૫ વર્ષીય પરિણીત પુરષને ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું

વિરમગામ – વિરમગામ શહેરના કમોસમી વરસાદ જાગફળી વિસ્તારમાં આવેલ રહેણાક મકાનની આરસીસી અગાસીનો સ્લેબ તૂટી પરિણીત પુરૃષ પર પડયો હતો. આરસીસીનો સ્લેબ તૂટીને પડતા ગંભીર ઈજાથી સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

વિરમગામમાં છેલ્લા ત્રણ દિવસથી ભર ઉનાળે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ગત રાત્રિના પવન અને વીજળીના કડાકાને ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. શહેરના જાગફળી વિસ્તારમાં રહેણાંક મકાનનો આરસીસી અગાસી સ્લેબ તૂટી બહાર ઊભેલ ૪૫ વર્ષીય પરિણીત પુરુષ રોહિત ઠાકોર ઉપર પડતા ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાવમાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું કરૃણ મોત નિપજ્યું હતું. મૃતકની લાશને પીએમ અર્થે વિરમગામ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here