Accident On Jambusar-Amod Road : ભરૂચના જંબુસર આમોદ રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટનાની સર્જાઈ છે. જેમાં ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટનામાં પાંચ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
અકસ્માતની ઘટનામાં પાંચ લોકોના મોત, ત્રણ ગંભીર
મળતી માહિતી પ્રમાણે, ભરૂચના જંબુસર-આમોદ રોડ પર ઉભેલ ટ્રક સાથે આઠ મુસાફરો ભરેલી ઈકો કાર ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ઈકો કારમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જયારે ત્રણ લોકોને ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં. જેમાં ઈજાગ્રસ્તોની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરા મોકલવામાં આવ્યાં છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.