- વન વિભાગે અજગરનું કર્યું સફળ રેસ્ક્યુ
- વિશાળ અજગરને જોવા ગામલોકો ઉમટી પડ્યા
- ફોરેસ્ટ સ્ટાફ દ્વારા કુદરતી વાતાવરણમાં મુક્ત કરાયો
જંબુસર તાલુકાના ઉચ્છદ ગજેરા દાંડી માર્ગેથી વનવિભાગ દ્વારા અગિયાર ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરી તેને કુદરતી નૈસર્ગિક વાતાવરણમાં મુકત કરવામા આવ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
જંબુસર ઉચ્છદ ગજેરા દાંડી માર્ગ ઉપરથી ઉચ્છદ ગામની સીમમાં અજગર દેખાયો હતો. જેની જાણ જંબુસર જંગલખાતાને થતા આરએફઓ એમ.ડી. આહીરની સુચના અને માર્ગદર્શન હેઠળ વન સંરક્ષક અનિલભાઈ પઢિયાર, વનપાલ કે. કે. સિંધા સહિત ફોરેસ્ટ સ્ટાફ તાત્કાલિક હકીકત વાળી જગ્યાએ પહોંચ્યા હતા. જ્યાંથી, ભારે જહેમત બાદ 11 ફૂટ લાંબા અજગરને રેસ્ક્યુ કરી ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલ અજગરને જંબુસર રેન્જ ઓફિસ ખાતે લાવ્યા હતા. અજગર પકડાયો હોવાની જાણ નગરજનોને થતાંઅજગર ને જોવા લોકટોળા ઉમટી પડયા હતા. બાદ મા જંબુસર રેન્જ ઓફિસ દ્વારા અજગરને કુદરતી નૈસર્ગિક વાતાવરણમાં છોડવામાં આવ્યો હતો.
જુઓ વિડીયો….