- 10 નબીરા સહિત રૂપિયા 27340 રોકડ રકમ જપ્ત કરી
- બાતમીના આધારે પોલીસે નબીરાઓને ઝડપી પાડ્યા
- 1 મોટરસાયકલ સહિત 7 મોબાઈલ સાથે રૂ.68340નો મુદ્દામાલ કબજે કર્યો
જંબુસર તાલુકા ના વેડચ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફે કહાનવા ગામના બંગલાવગા વિસ્તાર માથી જુગાર રમતા 10 ઈસમોને 27340 રોકડ રકમ સહિત રૂપિયા 68340 ઝડપી પાડયા.
બાતમીના આધારે પોલીસે નબીરાઓને ઝડપી પાડ્યા
જંબુસર તાલુકાના વેડચ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.આર.પટેલને મળેલ બાતમીના આધારે કહાનવા ગામના બંગલાવગાના જાદવ તલાવડી વિસ્તારમાં છાપો મારતા 10 ઈસમોને જાહેર માં જુગટુ રમતા ઝડપી પાડી રોકડ રૂપિયા 27340 તથા એક મોટરસાયકલ તથા 7 મોબાઈલ મળી રૂપિયા 68340નો મુદ્દામાલ કબજ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જયારે એક ઈસમને વોન્ટેડ બતાવ્યો છે.