જૂનાગઢ: કૃષિ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા એક ફૂલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૂકા ફૂલ દ્વારા અલગ અલગ વસ્તુઓ બનાવી અને તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અલગ અલગ વસ્તુઓ અને સુકા ફૂલ થકી અદ્ભુત વસ્તુઓ બની શકે છે તે બતાવવા માટે અને વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં પગભર થાય તે માટે આ પ્રકારની વસ્તુઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
માહિતી અનુસાર, કૃષિ યુનિવર્સિટીની બાગાયત કોલેજમાં 7મા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ દ્વારા સૂકા ફૂલની અલગ અલગ વસ્તુઓ બનાવી તેનું પ્રદર્શન રાખ્યું હતું. આ પ્રદર્શનમાં કેટલી અદ્ભુત રીતે વસ્તુઓ બનાવી શકાય અને પોતાની કલાનો કઈ રીતે ઉપયોગ થઈ શકે તેનું તાદ્રશ્ય નમૂનો બતાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે આ પ્રકારની વસ્તુઓ બનાવવામાં 10 દિવસ જેટલો સમય લાગતો હોય છે. વિદ્યાર્થીઓ દ્વારા મહેનત કરી આ તમામ વસ્તુઓ તૈયાર કરી તેનું ખૂબ સારું પ્રદર્શન પણ કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓની કલાને લોકોએ વખાણી ખરીદી પણ કરી હતી. સામાન્ય રીતે બજાર કિંમત 10 થી 15 હજાર રૂપિયા હોય છે. જોકે, વિદ્યાર્થીઓએ બનાવેલા તમામ ફ્લાવરપોટની કિંમત 1500 સુધી રાખવામાં આવી હતી.
કઈ રીતે બનાવવામાં આવે છે ફ્લાવરપોટ?
આ વસ્તુઓ બનાવવામાં અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. જેમાં મુખ્ય ભૂમિકા સિલિકા જેલની છે. આ પદ્ધતિમાં જે પણ ફૂલ મૂકવાનો હોય તે ફૂલ મૂકી તેની ઉપર સિલિકા જેલ નાખવામાં આવે છે. ત્યારબાદ આ વસ્તુને ત્રણથી ચાર દિવસ સુધી સતત મૂકી દેવામાં આવે છે. જેથી તે સુકાઈ જાય છે. આ સિવાય અન્ય એક પદ્ધતિમાં બોરેક્ષ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે ભોગાવોની રેતી અથવા દરિયાની રેતીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે પ્રેસ ડ્રાઈવનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેમાં પ્રેસ કરી અને ઉપયોગમાં લેવાય છે.
આ સિવાય ગ્લિસરીનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ગ્લિસરીનમાં આખું ફૂલ બોળી દેવામાં આવે છે. ત્યારબાદ તેને પેક કરી મૂકી દેવામાં આવે છે. આમ, કરવાથી ચારથી પાંચ દિવસમાં ફૂલની અંદર રહેલું તમામ પાણી નીકળી જાય છે. ક્યારેક ઝડપથી કોઈ વસ્તુ બનાવવી હોય, તો માઇક્રોવેવ ઓવનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જો કોઈ ફૂલને સુકવવું હોય તો તાત્કાલિક બે પાંચ કે દસ મિનિટમાં ફૂલને સુકવી શકાય છે. આ સાથે અત્યાર સુધીનું સૌથી એડવાન્સ મશીન હોય તો ક્રિસ ડ્રાઈવ છે. જેમાં મશીનમાં આ ફૂલને સુકવી શકાય છે. જેમાં ટેમ્પરેચર ખૂબ લો કરી તાત્કાલિક ફૂલને સુકવી શકાય છે. આ પ્રકારની જુદી જુદી પદ્ધતિઓથી રો મટીરીયલ એકઠું કરી અને જરૂર પ્રમાણે જુદી જુદી વસ્તુઓ બનાવે છે.
આ વસ્તુ બનાવતા કેટલો સમય અને કિંમત જાણો
આ વસ્તુ બનાવતા સામાન્ય રીતે એક અઠવાડિયા જેટલો સમય લાગતો હોય છે પરંતુ તે ત્યારબાદ વસ્તુ પર આધાર રાખે છે. જો તાત્કાલિક બનાવવાનું હોય તો માઈક્રોવેવ ઓવન અથવા તો ક્રિસ ડ્રાઈવના મશીન દ્વારા આ બનાવી શકાય છે. આ તમામ વસ્તુ જાળવી રાખવા માટે કોઈપણ પ્રકારના કેમિકલ લો ઉપયોગ પણ કરવામાં આવતું નથી. કારણ કે, ફોટો ફ્રેમમાં ફૂલ રાખવામાં આવે ત્યારબાદ તે પેક થઈ જાય છે અને તેથી તે કોઈપણ પ્રકારની જીવાત કે કાંઈ તેમાં સ્પર્શતું નથી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર