ગાંધીનગર: છત્રાલ GIDCમાં એક ભીષણ આગની ઘટના સામે આવી છે. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડતા નજરે પડ્યા હતા. GIDC ફેઝ 2 માં આવેલ ભંગારના ગોડાઉનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે.
આગની આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી જવા પામી છે. જોકે ઘટનામાં કોઈ વધારે જાનહાનિ હોવાનું સામે નથી આવ્યું. આગની જાણ થતા જ ગાંધીનગર અને કલોલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. આગે જોતજોતામાં પ્રચંડ સ્વરૂપ ધારણ કરી લીધું જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ સામે નથી આવી.
ઉલ્લેખનીય છે કે ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી જેમાં GIDC ફેઝ 2 માં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું જેના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટા ઉડતા નજરે પડ્યા હતા. જોકે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર