આણંદ: ચોમાસા દરમિયાન વિવિધ પ્રકારના છોડ આડેધડ ઊગી નીકળતા હોય છે. જેમાં અલગ અલગ પ્રકારના છોડની ઔષધીય ગુણવત્તા હોય છે. ભારતમાં નાના મોટા અનેક પ્રકારના છોડની પ્રજાતિઓ જોવા મળે છે. ખાસ કરીને ખેતરમાં અને સેઢાપાડાની આસપાસ તથા વનવગડામાં જ એવા અનેક નિંદામણ ઉગી નીકળતા હોય છે. જેમાં વિવિધ પ્રકારની ઔષધીય ઉપયોગીતા આવેલી હોય છે. જે અંગે લોકોને જાણકારી હોતી નથી. આયુર્વેદિકની દ્રષ્ટિએ આ બધા જ છોડ કોઈને કોઈ રીતે ઉપયોગી થતા હોય છે. આવા જ બે નિંદામણ વિશે આજે આપણે વાત કરીશું. જે ચોમાસા દરમિયાન ઉગી નીકળતા હોય છે. જેની વિવિધ પ્રકારની ઔષધીય ઉપયોગીતા પણ છે.
કિડની અને લીવરની સમસ્યા માટે રામબાણ ઈલાજ
આ અંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક રમેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, સૌપ્રથમ જે નિંદામણની આપણે વાત કરી રહ્યા છીએ. તે પીલુડી તરીકે ઓળખાય છે. જે બટાકા અથવા તો રીંગણના પરિવારનું નિંદામણ છે. આ નિંદામણ ચોમાસા દરમિયાન ઊગી નીકળતું જોવા મળે છે. એના ઉપર સફેદ ફૂલ અને નીચે કાળા કલરના નાના નાના પીળું જેવા ફળ આવતા હોય છે. આ નિંદામણની ઔષધીય ઉપયોગીતાની વાત કરીએ તો, આનો ઉપયોગ કિડની, લીવર અને મોઢામાં છાલા પડ્યા હોય તે સમયે કરવામાં આવે છે. આ છોડમાં ઉપયોગી ભાગ તેના પાન હોવાના કારણે એનો ઉપયોગ ઔષધીમાં કરવામાં આવતો હોય છે.
કાસુંદ્રો કફજન્ય રોગમાં આપે છે રાહત
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બીજું નિંદામણ કાસુંદ્રો તરીકે ઓળખાય છે. આ છોડ કમર અથવા તો છાતી બરાબરની હાઈટ સુધી વધતો હોય છે. આ નિંદામણ ચોમાસા દરમિયાન ખાસ વનવગડામાં ઊગી નીકળતો હોય છે. આ છોડ પર સિંગ આવતી હોય છે. આ સિંગમાંથી નીકળતા બીજનો ઉપયોગ તેને સુકવીને હર્બલ કોફી બનાવવા માટે કરવામાં આવે છે. આ કોફીને ઘણી જગ્યાએ નીગ્રો કોફી તરીકે ઓળખવામાં આવે છે. આ કોફી પીવાથી કફજન્ય રોગમાં ખૂબ જ રાહત થતી હોય છે. વધુમાં તેની પર આવતી સિંગોને શેકીને લેવામાં આવે તો તે ખાસી મટાડવા માટે ઉપયોગી છે. આ ઉપરાંત આ છોડના પાનનો ઉપયોગ દાદર જેવા ગુમડા થતા હોય તેને મટાડવા માટે પણ કરવામાં આવતો હોય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર