ચોટીલા અને મુળી તાલુકામાંથી રેતી વહન કરતા ચાર ડમ્પર પકડાયા | Four dumpers caught carrying sand from Chotila and Muli talukas

0
9

– રેકી કરનાર કાર, રેતી સહિત 1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત

– વોટ્સએપમાં ગુ્રપ બનાવી અધિકારીઓના લોકેશનની માહિતી આપતા ૩ શખ્સો સહિત ડમ્પરોના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર : ચોટીલા અને મુળી તાલુકામાંથી રેતી વહન કરતા ચાર ડમ્પરને ચોટીલા પ્રાંત અધિકારીઓની ટીમે ઝડપી પાડયા હતા. તંત્રના દરોડામા દરમિયાન રેકી કરનાર કાર, રેતી સહિત ૧.૪૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી વોટ્સએપમાં ગુ્રપ બનાવી અધિકારીઓના લોકેશનની માહિતી આપતા ૩ શખ્સો સહિત ડમ્પરોના માલિક સામે કાર્યવાહી કરવામાં આવી છે.

ચોટીલા પ્રાંત અધિકારી અને ટીમે રાત્રીના સમયે ચોટીલા તાલુકાના ચોટીલા-રાજકોટ હાઈવે આણંદપુર રોડ, નાની મોલડી ગામ, આપાગીગાનો ઓટલો, સાંગાણી પુલ, મઘરીખડા ગામ તેમજ મુળી તાલુકાના સડલા, શેખપર, સોમાસર સહિતના ગામોમાં ગેરકાયદેસર ખનીજચોરી અંગે ચેકીંગ હાથધર્યું હતું જે દરમ્યાન ગેરકાયદેસર સાદી રેતી, ખનીજ સંપતિ ભરેલ ચાર ડમ્પરને ચોટીલા તાલુકામાંથી અને કારમાં રેકી કરતા ત્રણ શખ્સોને સોમાસર ડોળીયા રોડ પરથી ઝડપી લીધા હતા. ચાર ડમ્પર ગેરકાયદેસર સાદી રેતી, કાર અને મોબાઈલ સહિત કુલ રૂા.૧.૪૦ કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ડમ્પરમાલીકો ચંદ્રસિંહ ભગતસિંહ રાઠોડ રહે.રાજકોટ, મયુરભાઈ ઘાનાણી રહે.રાજકોટ, મકવાણા સુનીલભાઈ રહે.રાજકોટ તેમજ એક બીનવારસી ડમ્પરના માલીક સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જ્યારે કારમાં ચોટીલા પ્રાંત અધિકારી અને ટીમની સરકારી ગાડીનો સતત પીછો કરી રેકી કરનાર ત્રણ શખ્સો (૧) પાર્થ વિનયકુમાર ભટ્ટ, રહે.સુરેન્દ્રનગર (૨) શક્તિસિંહ મહિપતસિંહ નકુમ રહે.વઢવાણ (૩) ભરતસિંહ રાયમલભાઈ રથવી રહે.લીમલી તા.મુળીવાળા સામે પણ કાર્યવાહી કરી હતી. આ ત્રણેય શખ્સો વોટ્સઅપ ગૃપમાં મેસેજ અને ઓડીયો મેસેજ દ્વારા લોકેશન તેમજ અધિકારીની માહિતી પહોંચાડતા હોવાનું પણ સામે આવ્યુું છે. જ્યારે બીજી બાજુ ચોટીલા પ્રાંત અધિકારીની ટીમ દ્વારા રેઈડ કરી કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરતા ભુમાફીયાઓમાં ફફડાટ ફેલાયો છે તેમજ ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here