Cheque Bounce: ગુજરાતની વિવિધ અદાલતોમાં ચેક બાઉન્સ અંગેના 4.73 લાખથી વધુ કેસ પેન્ડિંગ છે. ચેક બાઉન્સ અંગે સૌથી વધુ પેન્ડિંગ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત ત્રીજા સ્થાને છે. નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ દ્વારા જારી માહિતી અનુસાર ચેક બાઉન્સના સૌથી વધુ 6.41 લાખ કેસ રાજસ્થાનમાં પેન્ડિંગ છે. જ્યારે મહારાષ્ટ્ર 5.89 લાખ સાથે બીજા સ્થાને છે. ચેક બાઉન્સના કેસ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ લડવામાં આવે છે.
શબ્દ લખવામાં ભૂલ જેવા કારણોથી સૌથી વધુ ચેક બાઉન્સ થયા
ચેક બાઉન્સના પેન્ડિંગ કેસ સૌથી વધુ બાકી હોય તેવા ટોચના 5 રાજ્યમાં પાયલટ સ્ટડી પણ કરાવ્યો હતો. ચેક બાઉન્સ થવા માટે વિવિધ કારણો જવાબદાર હોય છે. જેમાં ચેક પર લખાયેલી રકમ બેન્ક એકાઉન્ટમાં હોય જ નહીં, ચેક આપનારનું એકાઉન્ટ જ બંધ હોવું, કોઇ શબ્દ લખવામાં ભૂલ, એકાઉન્ટ નંબરમાં ભૂલ, ઓવર રાઇટિંગ, ચેકની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોય, કંપનીના ચેકમાં સ્ટેમ્પ નહીં હોવોનો મુખ્યત્ત્વે સમાવેશ થાય છે. નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ ચેક બાઉન્સ કરવો દંડનીય ગુનો ગણાય છે. આ માટે 2 વર્ષની સજા અને દંડ અથવા બંનેની જોગવાઈ છે.