આદીપુરમાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
લાકડીયા નજીક વીજલાઈનના તાર ટ્રકને અડી જતા ચાલકનું કરંટ લાગવાથી મોત
ગાંધીધામ: પૂર્વ કચ્છમાં અપમૃત્યુના ત્રણ બનાવ સામે આવ્યા છે. જેમાં ગાંધીધામ તાલુકાના ચુડવા ખાતે લોડર ખાડામાં પડી જતા ચાલક યુવાનનું મોત થયું હતું.તો બીજી બાજુ લાકડીયામાં વીજલાઈનના તાર ને ટ્રક અડી જતા ચાલકને કરંટ લાગતા મોત થયુ હતુ અને આદીપુરમાં યુવાને ફાંસો ખાઈ આપઘાત કરી લીધું હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામનાં ચૂડવા ગામની સીમમાં આવેલી શંકર વુડલેન્ડ કંપનીમાં બનાવ બન્યો હતો. જેમાં ૨૧ વષય અમીત મનચુંર નિંગાર નામનો યુવાન કંપનીમાં લોડર ચલાવતો હતો ત્યારે લોડર ખાડામાં પડી જવાથી યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી. જેમાં તેનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતુ. તો બીજી બાજુ સામખીયાળી રાધનપુર હાઈવે પર લાકડીયા નજીક ટાટા શો રૂમના પાર્કીંગમાં બનાવ બન્યો હતો.જેમાં મૂળ રાજસ્થાનનાં બુંદીમાં રહેતા ૨૭ વષય માયારામ શંકરલાલ રબારી ટ્રક શો રૂમના પાકીંગમાં પાર્ક કરતા હતા ત્યારે વીજલાઈનના તાર ટ્રકને અડી જતા કરંટ લાગવાના કારણે તેમનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતુ. તેમજ આદીપુરમાં જુની ૧૫ વાડી વિસ્તારમાં રહેતા ૨૩ વર્ષીય મોહનસિંધ ભવાનસિંધ ભાગેલે પોતાના ઘરે રસોડાની બારીમાં મફલર વડે ગળેફાંસો ખાઈ લઈ અંતિમ પગલું ભરી લીધું હતુ.