- નદી કાંઠાના તમામ ઐતિહાસિક ઘાટ અને ઓવારા બિસમાર
- નદીથી થતા ધોવાણથી બચાવવા સંરક્ષણ દિવાલ બનાવવી જરૂરી
- ચાંણોદ મલ્હારરાવ ઘાટ પાસે તૂટી ગયેલી સંરક્ષણ દીવાલ નજરે પડે છે
ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંણોદ ખાતે નર્મદા ઓરસંગ નદીના સંગમ થાય છે. બે નદીના સંગમ થતા હોય ચોમાસામાં જ્યારે પૂરની સ્થિતિ નિર્માણ થાય છે. ત્યારે નદી બે કાંઠે વહેતી થતાં રૌદ્ર સ્વરૂપે વહેવા માંડે છે. નદીના સમસતા પ્રવાહના કારણે ચાંણોદના જુનામાંડવા ચાંણોદ ભીમપુરા નંદેરીયા સહીત દરિયાપુરા ગામના નદી કાંઠાનું ધોવાણ થતું જોવા મળે છે. જેને બચાવવા સંરક્ષણ દીવાલ બનાવાય તેવી ગ્રામજનોની માગ છે.
સંગમ ખાતે પૂરના પ્રવાહમાં સંગમ ઘાટના પગથીયા સંગમે પીંગલેશ્વર મંદિર પાસેનું મકાન આખુ સ્ટ્રકચર સાથે ધોવાયું હતું. મલ્હારરાવ ઘાટની બાજુમાં સંરક્ષણ દિવાલનો ભાગ ભીમપુરા આશ્રામનો પ્રોટેકશન વોલનો ભાગ દરિયાપુરા નર્મદા તટે બદ્રીકાશ્રામ મંદિરના ઘાટ પાસે મોટા પાયે ધોવાણથી આર્થિક નુકશાની થતી હોય છે. તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને પૂરથી થતા નુકશાન સામે પથ્થરના મેટલની સંરક્ષણ દિવાલ બનાવી રક્ષણ માટે પ્રાયોરેટી અપાય તો થતા નુકશાનને ખાળી શકાય. ચાંણોદ સહિતના ગામોને ધોવાણને બચાવવા પ્રાયોરીટી બજેટમાં આપી સંરક્ષણ દિવાલ બનાવા અગ્રીમતા અપાય તો નુકસાનથી બચી શકાય. પરંતુ આ બાબતે તંત્રની ઉદાસીનતાની લોકચર્ચા જોવા મળે છે.