- કોડીનારના ઘાંટવડમાં દીપડાએ બકરા ઉપર હુમલો કર્યો
- અત્યાર સુધી સાંજે અથવા રાત્રે થતા હુમલા હવે દિવસે થવાથી ફ્ફ્ડાટ
- દીપડાના ત્રાસ માંથી મુક્ત કરવા ઘાંટવડ ગામના લોકો ની તંત્ર સમક્ષ ઉગ્ર માંગ
કોડીનારના ઘાંટવડ ગામ માં સતત દીપડાના વધતા જતા હુમલા થી લોકોમાં ભયનો માહોલ ત્યારે આજે ફરી ધોળા દિવસે ઘાંટવડ જામવાળા રોડ ઉપર ગાયત્રી મંદીર વિસ્તારમાં આવેલા સૈયદ રફીક બાપુ કાદરી(કોડીનાર વાળા) ની વાડી એ બપોરે ના 11 વાગ્યા નાં આસપાસ અચાનક દિપડો આવી બકરા ઉપર હુમલો કરતાં વાડીમાં કામ કરતા લોકોએ તેમજ ઘરમાં કામ કરતા બહેને એ દેકારો કરતા દીપડાએ બકરાને જડબાના દાંત બેસાડી મોઢામાંથી છોડી દીપડો નાસી ગયો હતો. જોકે દીપડો બાજુમાં જ આવેલા શેરડીના વાળમાં ઘૂસી જતા વાડીના લોકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પાંજરું મૂકી દીપડાને પકડવા કવાયત એ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઘાંટવડ વિસ્તારમાં દીપડાના સતત વધતા જતા ત્રાસ્થી આજુબાજુના તમામ વાડીના ખેડૂતો તેમજ ગ્રામજનો 24 કલાક સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે ત્યારે આ તમામ લોકોને દીપડાના ત્રાસ માંથી મુક્ત કરવા ઘાંટવડ ગામના લોકો ની તંત્ર સમક્ષ ઉગ્ર માંગ છે.
હુમલો થનાર વાડીના ખેડૂત અલીભાઈએ જણાવ્યું હતું કે ભરબપોરના જ્યારે પોતે વાડીની અંદર કામ કરતા હતા ત્યારે ખૂંખાર દીપડાએ છલાંગ મારી મારા ઘરની બાજુમાં બાંધેલ બકરાને પકડી લીધો હતો. જેથી મેં તથા મારા પત્ની જોરદાર રાડો પાડતા દીપડો ત્યાંથી નાસી ગયો હતો પણ છેલ્લા એક મહિનાથી આ વિસ્તારમાં 24 કલાક સતત દીપડાની અવરજવર રહી છે જેને કારણે અમારા ઘરના કોઈ બાળકો કે પશુઓને અમે એકલા મૂકી શકતા નથી વન વિભાગ વહેલી તકે આ દીપડા ના ત્રાસ માંથી મુક્ત કરાવે અન્યથા અમારે હિજરત કરવી પડશે.