02
વિષય નિષ્ણાત ડો.જી.આર.ગોહિલે જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં મોટા પ્રમાણમાં ખાસ કરીને ઘઉંનું વાવેતર રવિ પાકમાં કરાય છે. ઘઉંનું વાવેતર કરીને ખેડૂતો પ્રતિ વીઘે સારું ઉત્પાદન મેળવે છે. દર વર્ષે ખેડૂતો મોટા પ્રમાણમાં રવિ પાકમાં ઘઉંનું વાવેતર કરે છે. આ વર્ષે પણ ખેડૂતોએ વધારે ઉત્પાદનની આશાએ ઘઉંનું વાવેતર કરેલું છે. પરંતુ ઘઉંના પાકમાં અત્યારે ગેરુ નામનો રોગ આવેલો છે. જાન્યુઆરીથી ફેબ્રુઆરીની વચ્ચે આવતો ગેરુ આવે છે. આ રોગ નિયંત્રણ કરવું જરૂરી છે.