- શુલપાણેશ્વર મહાદેવ મંદિરમાં મેળા દરમિયાન
- અમાસના દિને ગોરા અને ગરૂડેશ્વર ખાતે ભાવિકોએ સ્નાન કર્યું
- કેવડિયા નજીક ગોરા ગામ પાસે શૂલપાણેશ્વર મહાદેવ મેળો યોજાયો હતો
પ્રસિદ્ધ શૂલપાણેશ્વર મહાદેવના મંદિરમાં મેળામાં ધોમ ધખતાં તાપમાં એટલી બધી ભીડ ઉમટી પડી કે નર્મદા નદી પરનો ગોરા હાઈલેવલ બ્રિજનો એક આખો ભાગ માત્ર લોકોની ભીડથી જ ભરાઈ ગયો હતો.
અમાસના દિને હજારો શ્રાદ્ધાળુઓએ પવિત્ર નર્મદા સ્નાન ગોરા, ગરૂડેસ્વર નર્મદા કાંઠે પવિત્ર સ્નાન કર્યું નર્મદા જિલ્લાના કેવડિયા નજીક ગોરા ગામ પાસે નર્મદા નદી કિનારે આવેલા પ્રસિદ્ધ શુલપાણેશ્વર મહાદેવ મંદિરના મેળા માં આજે ચૈત્ર અમાસના દિવસે ધોમધખતાં તાપમાં હજારોની સંખ્યામાં શ્રાદ્ધાળુઓ ઉમટયા હતા ત્યારે વાઘડિયા ગામ પાસે હાઈ લેવલ બ્રિજનો એક તરફનો ભાગ લોકોથી ઉભરાયો હતો.
કેટલાક પગપાળા તો કેટલાક વાહનોમાં આવ્યા
કેવડિયા મેળામાં લોકો પગપાળા આવ્યા હતા ત્યારે કેટલાક શ્રાદ્ધાળુઓ અને ગ્રામજનો ખાનગી વાહનોમાં આવ્યા હતા ત્યારે મેળામાં સ્ટેચ્યુ ઓફ્ યુનિટી જોવા આવેલા પ્રવાસીઓ પણ મેળાનો આનંદ માણ્યો હતો.