- ફેબ્રુઆરી મહિનાથી પગાર આપવામાં આવ્યો નથી
- સત્તાધીશોએ બાકી વેતન અંગે યોગ્ય જવાબ આપ્યો નહીં
- નાયબ લેબર કમિશનરને કરી લેખિતમાં રજૂઆત
ગોધરા નગરપાલિકાના સફાઈ તેમજ પવડી ખાતાના 400 ઉપરાંત કર્મચારીઓનો ગત ફેબ્રુઆરી માસથી પગાર ન થતા કર્મચારીઓએ નગરપાલિકા ખાતે કર્યો હોબાળો કર્યો હતો. નગરપાલિકાના સત્તાધીશો દ્વારા બાકી વેતન અંગે યોગ્ય જવાબ ન આપતા તમામ સફાઈ કર્મચારીઓ નાયબ લેબર કમિશનરને સમગ્ર બાબતે કરી લેખિતમાં રજૂઆત કરી હતી. આ મામલે નાયબ લેબર કમિશ્નરે નગરપાલિકા સામે ફોજદારી કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ કરી છે.
નગરપાલિકા સામે ફોજદારી પગલાંની તૈયારી
કર્મચારીઓના યુનિયનના પ્રતિનિધિ તેમજ નગરપાલિકાના પ્રતિનિધિઓની હાજરીમાં નાયબ લેબર કમિશનર દ્વારા ફેબ્રુઆરી અને માર્ચ મહિનાનો કર્મચારીઓનો પગાર ન કરવા બદલ પાલિકા સામે ફોજદારી ફરિયાદ કરવા માટે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોધરા નગરપાલિકા દ્વારા કર્મચારીઓનો માર્ચ અને એપ્રિલ મહિનાનો પગાર ન કરતા નાયબ લેબર કમિશનર દ્વારા મુખ્ય લેબર કમિશનર પાસે ગોધરા નગરપાલિકા સામે ફોજદારી ગુનો દાખલ કરવા માટે મંજૂરી માગી છે.
લઘુત્તમ વેતન ધારા હેઠળ કાર્યવાહી થશે
એપ્રિલ માસનો પગાર આગામી 10 દિવસમાં કરવામાં નહીં આવે તો તે અંગે પણ ફોજદારી ગુનો દાખલ કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે. ગોધરા નગરપાલિકાના સફાઈ તેમજ PWD વિભાગના કર્મચારીઓનો છેલ્લા ત્રણ માસ ઉપરાંતનો પગાર ન કરતા લઘુત્તમ વેતન ધારા 1948ના કાયદાનો ભંગ કરવા બદલ ગોધરા નગરપાલિકા સામે ક્રિમિનલ કેસ કરવા માટે નાયબ લેબર કમિશનર ગોધરા દ્વારા મુખ્ય લેબર કમિશનર પાસે મંજૂરી માગવામાં આવી છે.