- મહેતા સ્કૂલ પાસે બાઇક સવારને અડફેટે લીધો
- માર્ગો પર પશુઓ ટ્રાફ્કિને અડચણરૂપ સ્થિતિમાં જોવાયા
- ગોધરાના સામાજીક કાર્યકરને પશુએ અડફેટે લીધા હતા.
ગોધરામાં તંત્રની માર્ગો ઉપર જમાવડો કરતાં 45 પશુઓ પકડવાની કામગીરી બાદ પણ બીજા દિવસે માર્ગો ઉપર પશુનો જમાવડો જોવાયો હતો. આજે જૂની મહેતા સ્કૂલ પાસે પશુએ બાઇક સવારને અડફેટે લીધો હતો.
રવિવારે ગોધરાના કેટલાક વિસ્તારોમાં માર્ગો ઉપર પશુઓ ટ્રાફ્કિને અડચણરૂપ સ્થિતિમાં જોવાયા હતા. તંત્ર દ્વારા માર્ગો ઉપર અડીંગો જમાવતા પશુઓ પકડવાની કામગીરી સતત જારી રાખવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
ગોધરા શહેરમાં 45 પશુઓને પકડી પાંજરાપોળ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન પશુઓને ભગાડી લઈ જઈ તંત્રની કામગીરીમાં અડચણ ઉભી કરવા બાબતે બે વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધવા પ્રાંત અધિકારીએ સૂચના પણ આપી હતી. જોકે જેનાબાદ બીજા દિવસે રવિવારે ગોધરા શહેરના માર્ગો ઉપર પશુઓનો જમાવડો જોવાયો હતો.દરમિયાન ગોધરાની જૂની મહેતા હાઇસ્કુલ પાસેથી સામાજીક કાર્યકર કૈલાશ કારીયા બાઇક લઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક એક પશુએ તેઓની બાઇકને અડફેટે લેતાં કૈલાસ ભાઈ નીચે પટકાયા હતા. કૈલાસ ભાઈએ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.