- વૈષ્ણવોએ પુષ્પ વર્ષા કરી હોળી રમાડવામાં આવી
- પટેલ પટવારીના ચોતરાના પટાગંણમાં રસિયા ઉત્સવ રંગેચંગે ઉજવાયો
- મહોત્સવમાં ઉપસ્થિત વૈષ્ણવોને પુષ્પ વર્ષા કરી હોળી રમાડવામાં આવી
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં હોળીના 40 દિવસ પર્વેથી જ હોળી રસિયાનું ગાન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. શ્રીકૃષ્ણના ભક્તિમય ભજનો ગીતો ગવાય છે. વૈષ્ણવો હોળી પર્વને એક જીવંત પર્વ બનાવી દે છે. ભગવાન શ્રી કૃષ્ણ વ્રજવાસીઓ અને ગોપીઓ સાથે ગુલાલ અને કેસુડાથી રંગછાંટીને રમ્યા હતા તેમની યાદમાં વૈષ્ણવો હોળી રસિયા માં ભજનો તાલ બંધ સંગીતમય શૈલીમાં ગાય એકબીજા પર પુષ્પવર્ષા કરીને હોળી રમે છે.
સનાતન ધર્મ સંસ્કૃતિમાં રસિયા ઉત્સવ રીસામના અને મનામના ના ધાર્મિક પ્રસંગ તરીકે પણ ઉજવવાની પરંપરા જોવા મળે છે.
ગોધરા શહેરના જાફ્રાબાદ વિસ્તારમાં આવેલ પટેલ પતવારીના ચોતરા વૈષ્ણવ મંદિર ઝાયે હોળી રસિયાની ઉજવણી કરવામાં આવી હતી.
ભગવાન શ્રી કૃષ્ણ વ્રજવાસીઓ અને ગોપીઓ સાથે ગુલાલ અને કેસુડાથી રંગછાંટીને રમ્યા હતા તેમની યાદમાં વૈષ્ણવો હોળી રસિયા માં ભજનો, તાલ, બંધ સંગીતમય શૈલીમાં ગાય એકબીજા પર પુષ્પવર્ષા કરીને હોળી રમે છે. સનાતન ધર્મ સંસ્કૃતિમાં રસિયા ઉત્સવ રીસામના અને મનામનાના ધાર્મિક પ્રસંગ તરીકે પણ ઉજવવાની પરંપરા જોવા મળે છે. ગોધરા ખાતે વૈષ્ણવ સંપ્રદાયની બેઠક શ્રી મહાપ્રભુજી મંદિર, શ્રી ગુંસાઈજી મંદિર, શ્રી ગોકુલનાથજી મંદિર, હવેલી તથા શ્રી ઉત્સવ મંદિર ખાતે હોળી પર્વના દર્શન કરી વૈષ્ણવો ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે ગોધરા શહેરના જાફ્રાબાદ વિસ્તારમાં આવેલ પટેલ પટવારીના ચોતરા શ્રી ઉત્સવ મંદિરના પટાગંણમાં તા 21 માર્ચ ગુરૂવારે રાત્રિના સમયે હોળી રસિયાનું ગાન વૈષ્ણવો સંગીતમય શૈલીમાં અનોખી ઢબે કરી રસિયા ઉત્સવ મનાવવામાં આવતો હતો.શ્રી ઉત્સવ મંદિરના મુખ્યાજીની નિશ્રામાં રાત્રિ દરમિયાન યોજાયેલા રસિયા મહોત્સવમાં ઉપસ્થિત વૈષ્ણવોને પુષ્પ વર્ષા કરી હોળી રમાડવામાં આવી હતી.