- પોલીસે માતા ભાવનાબેનને સારવાર માટે ખસેડી
- પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી
- પોલીસ જવાનો દ્વારા માતાને બચાવવામાં આવી
ગોંડલના વેરી તળાવમાં માતાએ પુત્રી સાથે ઝંપલાવતાં 5 વર્ષની પુત્રીનું મોત થયું હતું અને માતાનો બચાવ થયો હતો. માતા અને પુત્રીએ એક સાથે વેરી તળાવમાં ઝંપલાવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને માતાને બચાવી લીધી હતી. માતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસ કોન્સ્ટેબલે નદીમાં કુદીને માતાને બચાવી હતી
ભાવનાબેન બીપીનભાઈ રાદડિયા અને પુત્રી ભૂમિકા રહે. મોવિયા કાંટોલિયા પરા એ અગમ્ય કારણોસર નદીમાં ઝંપલાવ્યું હતું. ઘટનામાં માતાનો બચાવ થયો હતો. પરંતુ 5 વર્ષની પુત્રીનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ સીટી પોલીસને થતા હેડ કોન્સ્ટેબલ વિશાલ ગઢાદરા, મયુરભાઈ કોરડીયા પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ બાબરીયા ટી.આર.બી હરેશભાઇ વાઘવાણી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ જવાનો દ્વારા માતાને બચાવી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પુત્રીના મૃતદેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા ફાયર અને 108 ટીમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સમગ્ર બનાવને લઈને શહેર પોલીસે તપાસ હાથ ધરી છે.
[ad_1]
Source link