- ગોંડલ તાલુકા રાજપૂત સમાજની કારોબારી બેઠક શરૂ
- બેઠક બોલાવવા પાછળ રાજકીય દાવપેચનો આક્ષેપ
- મંત્રીએ દબાવમાં આવી કારોબારી બોલાવી છે તેવા આરોપ
ગોંડલમાં ભાજપમાં ટિકિટ મુદ્દે ધમાસાણ યથાવત છે. જેમાં ગોંડલ તાલુકા રાજપૂત સમાજની કારોબારી બેઠકમાં નવાજૂનીના એંધાણ છે. તેમજ બેઠક બોલાવવા પાછળ રાજકીય દાવપેચનો આક્ષેપ છે. તથા સમાજના પ્રમુખ સહદેવસિંહ જાડેજા જૂથનો આક્ષેપ છે કે મંત્રીએ દબાવમાં આવી કારોબારી બોલાવી છે.
બેઠક બોલાવવા પાછળ રાજકીય દાવપેચનો આક્ષેપ
રાજકોટના ગોંડલમાં ભાજપની ટિકિટ મુદ્દે દાવપેચ શરૂ થયા છે. જેમાં આજે ગોંડલ તાલુકા રાજપૂત સમાજની તાકીદ કારોબારી બેઠક બોલાવી છે. તેમાં સમાજની આજની કારોબારીમાં નવાજૂનીના એંધાણ છે. ગોંડલ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે સહદેવસિંહ જાડેજા બિનહરીફ બે માસ પૂર્વે નિયુક્તિ થયેલી છે. જેથી ગોંડલમાં રાજપૂત સમાજની કારોબારી બેઠક આજે બોલાવવા પાછળ રાજકીય દાવપેચનો સહદેવસિંહ જાડેજા જૂથનો આક્ષેપ છે.
મંત્રીએ દબાવમાં આવી કારોબારી બોલાવ્યાનો આક્ષેપ
સમાજના મંત્રીએ કોઈકના દબાવમાં આવી આજની કારોબારી બોલાવ્યાનો સહદેવસિંહ જૂથના આક્ષેપ પર ગોંડલની રાજનીતિમા 2022 ભાજપની ટિકિટ માટે સહદેસિંહ જાડેજાનું નામ રીબડા જૂથે મૂક્યું છે. તથા ગોંડલ તાલુકા રાજપૂત સમાજની કારોબારીમાં ભારે ઉત્તેજના રહેશે. આ પહેલા રીબડા જૂથના અગ્રણી જ્યંતીભાઈ ઢોલને કડવા પાટીદાર સમાજના હોદ્દાપરથી દૂર કર્યા તેમ સમાજની બેઠકમા જાહેર કરાયું હતું.