- રાજકોટ ગ્રામ્ય SOGએ પેટ્રોલિંગ દરમિયાન શખ્સને પકડી પાડ્યો
- ખીલોરી ગામે શખ્સના ઘરે તપાસ કરતા 5 કિલો ગાંજો મળી આવ્યો
- ખેતીકામ કરતો શખ્સ ગાંજો ક્યાંથી લાવ્યો તેની તપાસ ચાલુ
રાજકોટ જિલ્લામાં માદક પદાર્થોનું વેચાણ કરતા શખ્સો ઉપર ખાસ વોચ રાખવાની એસપી જયપાલસિંહ રાઠોડની સૂચના અન્વયે ગ્રામ્ય એસઓજી પીઆઇ કે બી જાડેજા અને ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમી આધારે ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામે રહેતા અરજણભાઈ રણછોડભાઈ બાબરીયા ઉ.62ના ઘરમાં દરોડો પાડી જડતી લેતા ઘરમાંથી 5 કિલો 200 ગ્રામ ગાંજો મળી આવતા ગુનો નોંધી ધરપકડ કરી હતી. ખેતીકામ કરતા વૃદ્ધ ગાંજો ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે સહિતના મુદે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.