ગુજરાત સરકાર સેવા-સુવિધાનો અસરકારક બનાવવા AIની મદદ લેશે: 10 સભ્યોની ટાસ્કફોર્સની રચના | Task force formed to set up AI center in Gandhinagar Gift City

HomeGandhinagarગુજરાત સરકાર સેવા-સુવિધાનો અસરકારક બનાવવા AIની મદદ લેશે: 10 સભ્યોની ટાસ્કફોર્સની રચના...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img


AI Center To Be Set Up In Gandhinagar Gift City: ગુજરાત સરકારે વિવિધ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરવા છે. AI ટાસ્કફોર્સની રચના કરી છે. 10 સભ્યોની આ ટાસ્કફોર્સમાં આઇસીટી, આઇઆઇટી, આઇઆઇઆઇટીના ડિરેક્ટર્સ સહિત પાંચ જેટલા વિવિધ તજજ્ઞોનો સમાવેશ કરાયો છે.

નાગરિકોની યોજનાઓ, સેવા-સુવિધાનો અસરકારક રીતે અને ટેક્‌નોલોજીના મહત્તમ ઉપયોગ સાથે ઝડપથી મળી રહે તે માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હાલના સમયની જરૂરિયાત હોવાનો સરકાર દ્વારા દાવો કરાયો છે. આ પરિપ્રેક્ષ્યમાં ગિફ્‌ટ સિટી ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે તાજેતરમાં જ માઇક્રોસોફ્‌ટ સાથે એમઓયુ કર્યા હતા. આ સેન્ટરમાં મશીન લર્નિંગ, કોગ્નિટિવ સર્વિસ, બોટ સર્વિસ જેવી મુખ્ય ટેક્‌નોલોજીનો ઉપયોગ કરાશે. 

આ પણ વાંચો: ભાવનગર-સોમનાથ હાઇવે ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો, સમુહલગ્નની ખુશી માતમમાં છવાઇ

સાયન્સ એન્ડ ટેક્‌નોલોજી વિભાગના અગ્રસચિવ આ ટાસ્કફોર્સના અધ્યક્ષ તરીકે સેવા આપશે. પ્રારંભિક તબક્કે એક વર્ષના સમયગાળામ માટે રચાયેલા આ ટાસ્કફોર્સની વાર્ષિક સમીક્ષા કરી તેના સ્કોપ ઓફ વર્ક અને કામગીરી વધુ સમય લંબાવવા યોગ્ય સુધારા કરાશે. ટાસ્કફોર્સના સભ્યોમાં આઇસીટી, ઈ-ગવર્નન્સના ડિરેક્ટર, આઇઆઇટી ગાંધીનગરના ડિરેક્ટર, આઈઆઈઆઈટીના ડિરેક્ટર, ઈન્ડિયા એ.આઈ. મિશનના વરિષ્ઠ તજજ્ઞ તેમજ એનઆઈસી, સી-ડેક, એનવીડિયા, આઈસ્પિરિટના વરિષ્ઠ તજજ્ઞોનો સમાવેશ કરાયો છે.


ગુજરાત સરકાર સેવા-સુવિધાનો અસરકારક બનાવવા AIની મદદ લેશે: 10 સભ્યોની ટાસ્કફોર્સની રચના 2 - image



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon