ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત વધુ છ મહિના લંબાવાઈ | Gujarat Government Impact Fee payment deadline 6 more months extended

HomeGandhinagarગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત વધુ છ મહિના લંબાવાઈ...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Gujarat Government decision on Impact Fee: ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફીને લઈને એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરવાની મુદતમાં સતત પાંચમીવાર વધારો કરતાં હવે વધુ છ મહિનાની મુદત લંબાવવામાં આવી છે. 

ઇમ્પેક્ટ ફી ભરવાની મુદતમાં સતત ચોથી વખત વધારો

રાજ્યમાં બિનઅધિકૃત ગેરકાયદેસર બાંધકામો ફી ભરીને કાયદેસર કરવા માટેની ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત વધુ 6 મહિના માટે લંબાવાઈ છે. ઇમ્પેક્ટ ફી ભરવાની મુદતમાં સતત પાંચમી વખત વધારો કરવામાં આવ્યો છે. ચોથી વખત અપાયેલી 6 મહિનાની મુદત 16મી ડિસેમ્બર એટલે કે આજે પૂર્ણ થઈ રહી હતી. હવે નવી તારીખ 17મી ડિસેમ્બરથી મંગળવારથી આગામી છ મહિના સુધી મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: રાશનની દુકાનમાં છૂટક નહી મળે અનાજ, ભેળસેળને અટકાવવા સરકાર ઘડી રહી છે પ્લાન

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત વધુ છ મહિના લંબાવાઈ 2 - image

અગાઉ ચાર વાર મુદત વધારી હતી

ગુજરાતમાં ગેરકાયદે બાંધાકમને ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકાય છે. આ પહેલા ચાર વાર સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીની મુદત વધારી હતી. ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદે તેમજ બીયુ વિનાના બાંધાકમને તોડીને ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકાય તે માટે બાંધકામો તોડવાને બદલે નિયત ફી વસૂલીને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ કાયદાને ઓછો પ્રતિસાદ મળતાં સતત પાંચમી વખત મુદત વધારાઈ છે.

આ પણ વાંચો: સુરતમાં બાઇક-કાર વચ્ચે અકસ્માત: યુવક 30 ફૂટ હવામાં ઉછળ્યો, બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત વધુ છ મહિના લંબાવાઈ 3 - image



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon