અમદાવાદ: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની જગ્યા ઉપર ભરતી કરવા માટે પ્રિલિમરી કસોટીનું આયોજન 22 ડિસેમ્બર 2024ના રોજ સવારે 11થી 1 દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 754 કેન્દ્રો પર કરવામાં આવ્યુ છે. મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા આપવા આવશે. ત્યારે એસટી નિગમ દ્વારા પણ આયોજન કરવામાં આવ્યું છે
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 22 ડિસેમ્બરના આયોજીત પરીક્ષા દરમિયાન નિગમની સર્વિસ સમયસર સંચાલીત થાય તેમજ પરીક્ષાઓના ટ્રાફિકને ધ્યાને લઈ વધારાની એકસ્ટ્રા સર્વિસો સંચાલન કરવા તેમજ માર્ગમાં જે તે સ્ટેન્ડ ઉપરથી મુસાફરોને બસમાં લેકી વખતે પરીક્ષાર્થી અગ્રિમતા આપવા નિગમના તમામ વિભાગ અને ડોપોને ખાસ સુચનાઓ આપેલ છે.
આ પણ વાંચો:
અમદાવાદની હોસ્પિટલોમાં ડોક્ટર નહીં પણ ભુવો દર્દીઓના જીવ બચાવશે? વીડિયો વાયરલ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડકટર કક્ષાની ઓએમઆર આધારિત લેખિત પરીક્ષાનુ આયોજન કરવામાં આવ્યું છે. આગામી 28 ડિસેમ્બર 2024ના દિવસે કરવામાં આવ્યુ છે. ગુજરાતના અલગ અલગ સ્થળોથી કંટકટરની પરિક્ષા આપવા આવતા ફક્ત એસટી અને એસસી ઉમેદવારોને નિગમ દ્વારા રહેઠાણથી પરીક્ષા કેન્દ્ર અને પરિક્ષા કેન્દ્રથી રહેઠાણ સુધી આવવા-જવા માટે એસટી બસમા વિના મુલ્યે મુસાફરીનો લાભ આપવાનો નિર્ણય એસટી નિગમ દ્વારા કરવામાં આવ્યો છે.
એસટી નિગમના દ્વારા પોતાના તાબા હેઠળ આવતા તમામ વિભાગો, ડેપો અને સંચાલનમાં રહેલા સ્ટાફને પરીક્ષાના દિવસે ઉમેદવાને કોઈ અગવડતા કે મુશ્કેલીઓ ન થાય તેમજ કોઈ ફરિયાદ ઉપસ્થિત ન થાય તે બાબતે ધ્યાને લઈ તમામ વિભાગોને સુચના આપવામાં આવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 અને એસટી નિગમ દ્વારા કાંડક્ટરની પરીક્ષા લેવાના છે ત્યારે પરીક્ષા કેન્દ્રની તૈયારી સાથે સાથે પરીક્ષા કેન્દ્ર સુધી સમય સર પહોંચી જાય તે માટેની તૈયારી પણ કરવામાં આવી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર