અમદાવાદ: ફરી એકવાર રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિભાગના હેડ તેમની સામે થયેલી નનામી ફરિયાદને લઈને વિવાદમાં આવ્યા છે. તેમાં પણ ડિપાર્ટમેન્ટમાં લેડીઝ રૂમમાં લગાવવામાં આવેલા સીસીટીવીને લઈને યુનિવર્સિટીના આ પ્રોફેસર સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. જોકે પ્રોફેસરે આક્ષેપોને નકાર્યા છે. તેઓએ કોઈપણ પ્રકારની તપાસમાં પૂર્ણ સહયોગ આપવાની પણ તૈયારી બતાવી છે. બીજી તરફ, ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ આ ફરિયાદ નનામી હોવાના કારણે કોઈ કાર્યવાહી ન થઈ શકે, તેવું જણાવીને કાર્યવાહી કરવાનું ટાળિયું છે.
ગુજરાત યુનિવર્સિટીના વધુ એક અધ્યાપક સામે આક્ષેપ થયા છે. આંકડાશાસ્ત્ર વિભાગના અધ્યાપક પ્રો. પ્રવિન્દર દ્વારા વિદ્યાર્થીનીઓને પરેશાન કરવામાં આવતી હોવાનો પત્ર વાયરલ થયો છે. આ પત્રમાં અધ્યાપક સામે વિદ્યાર્થીઓને માનસિકત્રાસ અને અપમાન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્કૂલ ઓફ સાયન્સમાં આંકડાશાસ્ત્રના અધ્યાપક પ્રો. પ્રવિન્દર સિંઘ ફરજ બજાવે છે. તેમની સામે 36 પાનાની નનામી ફરિયાદ થઈ છે.
સીસીટીવીથી અધ્યાપક વિદ્યાર્થીનીઓને કેમેરામાં જોતા હોવાનો પત્રમાં ઉલ્લેખ છે. આંકડાશાસ્ત્ર વિભાગના લેડીઝ રૂમમાં સીસીટીવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. સીસીટીવીથી અધ્યાપક વિદ્યાર્થિનીઓને કેમેરામાં જોતા હોવાનો પત્રમાં આક્ષેપ થયો છે. આ ઉપરાંત પ્રોફેસર વિવિધ સેવાઓના અલગ-અલગ ચાર્જ લેતો હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. તેઓ ખોટી હાજરી પુરવાના 1500 ચાર્જ લેવાતો હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. અધ્યાપક ‘પ્રવિન્દર સર્વિસ ટેક્સ’ લેતો હોવાની પણ ફરિયાદ થઈ છે. સરકાર જીએસટી ઉધરાવે પરંતુ પ્રોફેસર ‘પીએસટી’ ઉધરાવતા હોવાનો તેમજ પ્રોફેસર વિવિધ સેવાઓના અલગ અલગ ચાર્જ લેતો હોવાનો ઉલ્લેખ છે. તેમજ ઇન્ટરનલ માર્ક, લેટ સબમિશન ફી, વાઇવાના માર્ક, એસટી બસ અને ટ્રેનના સહીસિક્કાના 500- 500 રૂપિયા ચાર્જ લેતો હોવાનો આક્ષેપ પણ છે. વળી વિદ્યાર્થીઓને કોરી ઉત્તરવહી ઘરે લખવા આપતો હોવાની અને કોરી ઉત્તરવહી સહી કરીને પેપર ઘરે લખવાની સુવિદ્યા માટે સપ્લીમેન્ટ્રી દીઠ 500 રૂપિયા લેવાતો હતો, તે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:
મેગા સિટી અમદાવાદમાં 56 હજાર બાળકોએ ભવ્ય-મોંઘીદાટ ખાનગી શાળા છોડી, સરકારી શાળાઓમાં મેળવ્યો પ્રવેશ
મહત્વનું છે કે, ગુજરાત યુનિવર્સિટીના સ્ટેટેસ્ટિક્સ વિભાગના એચઓડી એસોસિયેટ પ્રોફેસર પ્રવિન્દરે જણાવ્યું કે, મારા વિરુદ્ધમાં થયેલી ફરિયાદ અંગે મને કોઈ જાણ નથી. હું જ્યારથી આ વિભાગમાં એચઓડી બન્યો એ પહેલેથી જ દરેક રૂમમાં સીસીટીવી કેમેરા લાગેલા હતા. મારા આવ્યા બાદ કોઈપણ વધારાના કેમેરા લગાડવામાં આવ્યા નથી. જે પણ કંઈ ફરિયાદ થઈ છે એ વિશે હું કંઈ જાણતો નથી. સીસીટીવી વિશે મને કોઈ જાણકારી નથી. મારી સામેની જે પણ કોઈ ફરિયાદ કરવામાં આવી છે, એ નિરાધાર છે. હું તપાસ માટે તૈયાર છું. સરકાર ગુજરાત યુનિવર્સિટી કે કોઈપણ તપાસ કરે અને મને પૂછતા માટે બોલાવશે તો હું હાજર રહીશ, સહકાર આપીશ.
જ્યારે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું કે, ફરિયાદમાં કોઈપણ વ્યક્તિનું નામ નથી. નનામી અરજી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જો નનામી અરજી કરવામાં આવી હોય તો કોઈપણ પ્રકારની તપાસ કરવાની થતી નથી. છતાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું કે, જો આવી કોઈ ઘટના ઘટી હોય અને કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીને તકલીફ થઈ હોય તો તે અમને જાણ કરે. તેના નામને લઈને અમે ગુપ્તતા જાળવીશું અને તપાસ કરાશે. જોકે, હાલ આ મામલે કોઈ તપાસ કરવાની જરૂરિયાત રહેતી નથી, કારણ કે અરજી નનામી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર