Last Updated:
ગુજરાત સરકારના ગૃહ વિભાગે રાજ્યની પોલીસ સેવાઓને વધુ મજબૂત કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ, ગુજરાત પોલીસમાં નાયબ પોલીસ અધિક્ષક (DySP) વર્ગ-1 તરીકે ફરજ બજાવતા 17 અધિકારીઓને તેમની મૂળ જગ્યાએ જ પોલીસ અધિક્ષક (SP) વર્ગ-1ની ખાલી પડેલી જગ્યાઓ પર એડહોક ધોરણે બઢતી આપવામાં આવી છે.
ગાંધીનગરઃ ગુજરાત સરકારના ગૃહ વિભાગે રાજ્યની પોલીસ સેવાને વધુ મજબૂત કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ, ગુજરાત પોલીસમાં નાયબ પોલીસ અધિક્ષક (DySP) વર્ગ-1 તરીકે ફરજ બજાવતા 17 અધિકારીઓને તેમની મૂળ જગ્યાએ જ પોલીસ અધિક્ષક (SP) વર્ગ-1ની ખાલી પડેલી જગ્યાઓ પર એડહોક ધોરણે બઢતી આપવામાં આવી છે. આ નિર્ણય 31 મે, 2025ના રોજ લેવામાં આવ્યો છે.
ગૃહ વિભાગ દ્વારા 31 મે, 2025ના રોજ જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર, ગુજરાત પોલીસમાં DySP તરીકે ફરજ બજાવતા 17 અધિકારીઓને SP વર્ગ-1ની ખાલી જગ્યાઓ પર એડહોક ધોરણે નિમણૂક આપવામાં આવી છે. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરના નાયબ પોલીસ અધિક્ષક (Dysp) કે.ટી કામરીયાને પોલીસ અધિક્ષક (SP) બનાવવામાં આવ્યા છે. આ સાથે જ રાજકોટ ગ્રામ્યના નાયબ પોલીસ અધિક્ષક એસ.એસ રઘુવંશીની પોલીસ અધિક્ષક વર્ગ-1ની ખાલી પડેલી જગ્યા પર એડહોક નિમણૂક કરવામાં આવી છે.
આ અધિકારીઓને તેમની મૂળ જગ્યાઓ પર જ SP તરીકે નિમણૂક આપવામાં આવી છે, જેનો અર્થ એ થાય છે કે તેઓ તેમના વર્તમાન વિભાગો અથવા જિલ્લાઓમાં જ ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવશે. આ નિર્ણયથી રાજ્યના વિવિધ જિલ્લાઓ અને વિશિષ્ટ વિભાગોમાં ખાલી પડેલી SPની જગ્યાઓ ભરાશે, જેનાથી પોલીસ વિભાગની કામગીરીમાં સુધારો થશે.
નવા નિમણૂંક પામેલા અધિકારીઓની યાદી

Gandhinagar,Gujarat
[ad_1]
Source link