- ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ બિનહરીફ
- ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ બિનહરીફ જાહેર થઇ
પેટલાદ તાલુકાના યુવા સહકારી અગ્રણી અને પેટલાદ એપીએમસીના પૂર્વ ચેરમેન તેજસભાઇ પટેલ ઉર્ફે જીગાભાઇની ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અમદાવાદમાં મધ્ય ગુજરાતથી માનદ સહમંત્રી તીકે વરણી કરવામાં આવી છે. ગુજરાત નિયંત્રિત બજાર સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ બિનહરીફ જાહેર થઇ છે.
ગુજરાત નિયંત્રિત બજાર સમિતીમાં ભાજપના સહકાર સેલ ગુજરાત પ્રદેશના સદસ્ય તેજસભાઇ પટેલના પ્રયત્નોથી પાર્ટીના ખેડૂતલક્ષી કાર્યોની નોધ લેવામા આવતા સંઘમાં ભાજપના સભ્યો બિનહરીફ ચુંટાયા છે. જેમાં ચેરમેન-ઘનશ્યામ પટેલ, વાઇસ ચેરમેન -ભીખાભાઇ પટેલ, માનદમંત્રી-ભગીરથસિંહ સરવૈયા, માનદ સહમંત્રીઓ તરીકે દિનેશભાઇ પટેલ, ફતાભાઇ ચૌધરી, નવીનચંદ્ર પટેલ, સંદિપભાઇ દેસાઇ, તેજસભાઇ પટેલ ઉર્ફે જીગાભાઇ, જયેશભાઇ બોઘરા બિનહરીફ ચૂંટાયા છે. તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને સંગઠિત કરતી સંસ્થા ગુજરાત નિયંત્રિત બજાર સમિતી રાજ્યની તમામ 218 બજાર સમિતીઓના ભાવિ નક્કી કરવા માટે ગુજરાત નિયંત્રિત બજાર સમિતી અમદાવાદના નવીન સભ્યોની વરણી કરવામા આવી છે, આ નવી કમિટી દ્વારા બજાર સમિતીઓના વિકાસ અને ખેડૂતોના સર્વાંગી વિકાસ કરવા અંગેની નીતિઓનું આયોજન કરશે. પીએમ નરેન્દ્રભાઇ મોદીના ખેડૂતોલક્ષી સંકલ્પને સાકાર કરવા માટે સુવ્યવસ્થિત આયોજન કરી કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવેલ ઇ-નામ યોજના અંતર્ગત ખેડૂતો દ્વારા ઉત્પન્ન કરેલ ખેતપેદાશોનું પુરતુ વળતર, પોષણક્ષમ ભાવ મળી રહે તે દિશામા કાર્ય કરવામા આવશે. ખેડુતો સુધી યોજનાનો લાભ પહોંચે તે માટે આાયોજન કરવામાં આવશે.