Gujarat weather rain forecast, ગુજરાતમાં વરસાદની આગાહી : ગુજરાતમાં ઉનાળો ચાલી રહ્યો છે પણ વાતાવરણ ચામાસા જેવું થયું છે. રવિવારે સૌરાષ્ટ્રના 19 તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. જોકે, સાંજના સમયમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો.આવી પરિસ્થિતિમાં હવામાન વિભાગે આગામી બે દિવસ માટે વરસાદની આગાહી કરી છે.
બે દિવસ ક્યાં પડશે વાવાઝોડા સાથે વરસાદ?
હવામાન વિભાગ પ્રમાણે આજે 12 મે 2025, સોમવારના દિવસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ખેડા, અમદાવાદ,આણંદ, પંચમહાલ, દાહદો, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.
આ ઉપરાંત કચ્છ તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ગાજવીજ તેમજ વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે આગાહી કરી છે.
આ તમામ વિસ્તારોમાં પણ બીજા દિવસે એટલે કે 13 મે 2025, મંગળવારના દિવસે પણ ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
ઉલ્લેખનીય છે કે રવિવારના દિવસે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં પવન સાથે વરસાદ પડયો હતો. જોકે, હવે માનવામાં આવી રહ્યું છે, કે બે દિવસ બાદ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.