ગુજરાતમાં વધુ એક જંગલમાં મંગળવારથી સફારી શરૂ, એશિયાટિક લાયન્સને નિહાળવાનું વધુ એક સ્થળ | Barda Jungle Safari to begin operations from October 29th in Gujarat

HomePorbandarગુજરાતમાં વધુ એક જંગલમાં મંગળવારથી સફારી શરૂ, એશિયાટિક લાયન્સને નિહાળવાનું વધુ એક...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Barda Jungle Safari: છેલ્લા કેટલાક સમયથી બહુ ચર્ચિત એવી બરડા જંગલ સફારી હવે શરૂ થવા જઈ રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કપુરડી નેસની વનવિભાગની ચેકપોસ્ટ ખાતેથી 29મી ઓકટોબરે પ્રારંભ થશે. અંદાજે 27 કિ.મી.નો બરડા સફારીનો રૂટ રહેશે. જેમાં કપુરડીથી શરૂઆત થઈને ત્યારબાદ ચારણ આઈ બેરિયરથી થઈ અજમાપાટ અને ભુખબરા નેશ સુધીના વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે.

પોરબંદર વનવિભાગના જણાવ્યાનુસાર, મંગળવારે (29મી ઓક્ટોબર) બપોરે 2 વાગ્યે ગુજરાત વનવિભાગ દ્વારા નાગરિકોને જીવસૃષ્ટિ, પર્યાવરણ અને કુદરતી દ્રશ્યોને જાણવા અને માણવાના હેતુસર બરડા જંગલ સફારીનો શુભારંભ થવા જઇ રહ્યો છે. પોરબંદર અને દેવભૂમિ દ્વારકા એમ બે જિલ્લામાં બરડો ડુંગર ફૈલાયેલો છે. તેથી ભાણવડ નજીકના કપુરડી નેશના નાકેથી એટલે કે જ્યાંથી કિલેશ્વર જવા માટે પ્રવાસીઓ જંગલમાં પ્રવેશે છે. ત્યાંથી આ બરડા જંગલ સફારીનો શુભારંભ થશે. 

ગુજરાતમાં વધુ એક જંગલમાં મંગળવારથી સફારી શરૂ, એશિયાટિક લાયન્સને નિહાળવાનું વધુ એક સ્થળ 2 - image

આ પણ વાંચો: ગુજરાતમાં ‘નકલી’ અધિકારીઓનો રાફડો ફાટ્યો, લૂંટાતી પ્રજા અને સરકાર તમાશો નિહાળે છે

બરડાની પ્રાકૃતિક સુંદરતા નજીકથી જોવાની તક

આ સફારી દરમિયાન પ્રવાસીઓને બરડાની પ્રાકૃતિક સુંદરતા, કિલેશ્વરની કીલગંગા નદીના રમણીય દ્રશ્યો, પહાડી અને ડુંગરાળ ભુપ્રદેશ ઉપરાંત વન્યજીવોને તેઓના કુદરતી નિવાસસ્થાનથી જોવાની નજીક જોવાની તક મળશે. ચોક્કસ પ્રકારની જીપ્સીની સુવિધાબરડા જંગલ સફારીના રૂટ ઉપર જવા માટે 6 પેસેન્જરોની કેપેસીટી ધરાવતી વનવિભાગની ઓપન જીપ્સી મૂકવામાં આવશે. જેમાં ગાઇડની વ્યવસ્થા પણ રાખવામાં આવશે.


ગુજરાતમાં વધુ એક જંગલમાં મંગળવારથી સફારી શરૂ, એશિયાટિક લાયન્સને નિહાળવાનું વધુ એક સ્થળ 3 - image



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon