Home Gandhinagar ગુજરાતમાં નવા ઔદ્યોગિક એકમો સ્થાપવા માટે કડક માપદંડ લાગું, જાણી લો નવા નિયમો Gov imp Decision Strict criteria to be applied for setting up new industrial units in Gujarat know new rules

ગુજરાતમાં નવા ઔદ્યોગિક એકમો સ્થાપવા માટે કડક માપદંડ લાગું, જાણી લો નવા નિયમો Gov imp Decision Strict criteria to be applied for setting up new industrial units in Gujarat know new rules

ગુજરાતમાં નવા ઔદ્યોગિક એકમો સ્થાપવા માટે કડક માપદંડ લાગું, જાણી લો નવા નિયમો Gov imp Decision Strict criteria to be applied for setting up new industrial units in Gujarat know new rules

આ નવા નિયમો મુજબ, પર્યાવરણ માટે અત્યંત હાનિકારક માનવામાં આવતા રેડ કેટેગરીના ઉદ્યોગો માટે રહેણાંક વિસ્તારો, શાળા-કોલેજો અને અન્ય મહત્વના સ્થળોથી 500 મીટરનું અંતર જાળવવું ફરજિયાત રહેશે. જ્યારે પ્રદૂષણ સૂચકાંક (Pollution Index) 41થી 59 ધરાવતા ઓરેન્જ કેટેગરીના ઉદ્યોગો માટે 200 મીટર અને પર્યાવરણ પર ન્યૂનતમ અસર કરતા ગ્રીન કેટેગરીના ઉદ્યોગો માટે 100 મીટરનું અંતર રાખવું અનિવાર્ય બન્યું છે.

ઔદ્યોગિક એકમો સ્થાપવા માટેના નવા નિયમો

આટલું જ નહીં, નવા નિયમોમાં નદી, તળાવ, સરોવર જેવી જળ સંસાધનો માટે પણ ખાસ દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે. જેમાં, રેડ કેટેગરીના ઉદ્યોગો માટે જળસ્રોતોથી 500 મીટરનું અંતર રાખવું હવે ફરજિયાત કરાયું છે, જ્યારે ઓરેન્જ અને ગ્રીન કેટેગરીના ઉદ્યોગો માટે જળસ્રોતોથી 30 મીટરનું અંતર ફરજિયાતપણે જાળવવાનું નક્કી કરાયું છે.

ધાર્મિક સ્થળો પાસે પણ નિયત નિયંત્રણ

આ ઉપરાંત, કુદરતી નાળાઓના કિસ્સામાં પણ નિયમો વધુ કડક બનાવ્યા છે. કુદરતી નાળા પસાર થતા વિસ્તારમાં 12 મીટર કે નાળાની પહોળાઈમાંથી જે વધારે હોય તે અંતર છોડી શકાય તેવી જોગવાઈ નક્કી કરાઈ છે. રાજ્યના રસ્તા, રેલવે, કેનાલ, ઐતિહાસિક સ્મારકો તથા ધાર્મિક સ્થળો પાસે પણ નિયત નિયંત્રણ રેખાનું પાલન અનિવાર્ય છે.

આ શરતોનું પાલન ન થતા પરવાનગીઓ રદ થશે

આ માટે રાજ્ય સરકારે નિયમો જાહેર કરતાં પરિપત્ર બહાર પાડ્યો છે. જે અંતર્ગત રાજ્યના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર સહિતના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે, નવા નિયમોનો અમલ થયા બાદ જે પણ નવા ઔદ્યોગિક એકમો ઉભા કરાશે અથવા જૂના એકમોના વિસ્તરણ માટે અરજી થશે, તેઓએ આ માપદંડોને કડકપણે પાલન કરવું પડશે. જો કોઈ ઔદ્યોગિક એકમ આ શરતોનું પાલન કરવામાં નિષ્ફળ જશે, તો તેની પરવાનગીઓ રદ કરવામાં આવશે.

પ્રદૂષણ ઘટાડવા તથા પર્યાવરણ રક્ષણનો ઉદ્દેશ

આ નિયમોનો હેતુ હવા, પાણી અને જમીન પ્રદૂષણ ઘટાડવા તથા પર્યાવરણને રક્ષણ આપવાનો છે. રાજ્યમાં ખાસ કરીને રહેણાંક વિસ્તારો અને શાળા-કોલેજોના આસપાસ ઉદ્યોગોના દબાણથી પર્યાવરણ પ્રદૂષિત થતું હતું. હવે આ નિયમોથી આવી સમસ્યાઓને દૂર કરવા પ્રયાસ થયો છે. પરિણામે શહેરોમાં તમામ સુવિધાઓની સાથે સાથે શુદ્ધ હવા પણ મળી રહે છે.

GIDC ક્ષેત્રોમાં નિયમોમાંથી છૂટ

નોંધનીય છે કે, આ નિયમોનો અમલ ખાસ કરીને ખાનગી એસ્ટેટમાં આવેલી ઔદ્યોગિક યુનિટ્સ પર રહેશે. GIDC ક્ષેત્રોમાં આવેલા ઔદ્યોગિક એકમો આ નિયમોમાંથી છૂટ આપવામાં આવશે. જોકે, ખાનગી ઔદ્યોગિક વિસ્તારોમાં નવા એકમો ઉભા કરતાં પહેલાં આ અંતરની શરતોનું પાલન કરવું પડશે.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here