ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી યથાવત, Gujarat winter Weather update

HomeIndiaGujaratગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી યથાવત, Gujarat winter Weather update

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હીમ વર્ષા પડવાના કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં ફરીથી ઠંડીનો પારો ગગડ્યો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં આશરે બે ડિગ્રીથી વધારે તાપમાન ગગડ્યું છે. નલિયામાં પણ તાપમાન ગગડતા ઠંડુગાર બની ગયું છે. ગુજરાતમાં 6.5 ડિગ્રીથી લઈને 19.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે. બીજી તરફ હવામાન વિભાગે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરી છે.

નલિયામાં તાપમાન ગગડ્યું, 6.5 ડિગ્રી તાપમાન સાથે બન્યું ઠંડુગાર

ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. કાતિલ ઠંડીના પગલે લોકો ઠુંઠવાયા હતા. ગુજરાતમાં અત્યારે મોટાભાગના વિસ્તારોમાં 10 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહ્યું છે. ગુજરાતમાં 6.5 ડિગ્રીથી લઈને 19.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે. નલિયા 6.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 19.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડીસામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં બે ડિગ્રીથી વધારે તાપમાન ગગડ્યું

ગુજરાતમાં શિયાળો આગળ વધી રહ્યો છે. અને પોતાનું અસલી સ્વરૂપ દેખાડી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ મંગળવારે ઠંડીનો પારો બે ડિગ્રી કરતા વધારે ગગડ્યો હતો. અમદાવાદમાં સોમવારે 14 ડિગ્રી તાપમાન હતું જે મંગળવારે 11.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા બે ડિગ્રી કરતા વધારે ઘટાડો નોધાયો હતો. ગાંધીનગરમાં પણ ઠંડીનો પારો ગગડીને 9 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ 29.2 11.8
ડીસા 28.0 11.0
ગાંધીનગર 28.6 9.0
વિદ્યાનગર 28.2 13.0
વડોદરા 30.2 12.2
સુરત 30.0 15.4
વલસાડ
દમણ 27.8 13.0
ભૂજ 28.0 11.5
નલિયા 26.8 6.5
કંડલા પોર્ટ 26.5 14.0
કંડલા એરપોર્ટ 26.8 12.9
અમરેલી 30.2 11.6
ભાવનગર 27.8 14.4
દ્વારકા 28.2 17.2
ઓખા 25.9 19.6
પોરબંદર 29.0 12.8
રાજકોટ 31.0 10.8
વેરાવળ 30.3 17.1
દીવ 28.8 13.1
સુરેન્દ્રનગર 28.3 13.0
મહુવા 30.4 12.1
કેશોદ 28.8 12.4

હવામાન વિભાગે આજે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરી

ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાના કારણે ઠંડી વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે લોકો ઠુંઠવાઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આજે બુધવારે કચ્છમાં ભારે કોલ્ડ વેવની આગાહી કરી હતી.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon