ગુજરાતમાં આજે વરસાદની આગાહી, ઠંડીમાં ઘટાડો Gujarat winter Weather update

HomeIndiaGujaratગુજરાતમાં આજે વરસાદની આગાહી, ઠંડીમાં ઘટાડો Gujarat winter Weather update

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Gujarat Weather winter updates, winter forecast, ગુજરાત હવામાન ઠંડીની આગાહી : ગુજરાતમાં અત્યારે વાતાવરણમાં પલટો થતાં આકાશમાં વાદળછાયું વાતાવરણ રહ્યું છે. વાદળા ઘેરાવાના કારણે ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે. જોકે, શુક્રવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે આજે પણ રાજ્યના 23 જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પવન સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીનો પારો ઉચકાયો છે અને ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. નલિયામાં તાપમાનનો પારો ઉચકાઈને 10 ડિગ્રીને પાર કર્યો હતો.

ગુજરાતમાં આજે ક્યાં વરસાદ પડશે?

હવામાન વિભાગે ભરશિયાળે વરસાદની આગાહી કરી છે. હવામાન પ્રમાણે આજે 28 ડિસેમ્બર 2024, શનિવારના દિવસે 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે માવઠાની શક્યતા છે. રાજ્યના છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં વરસાદ પડશે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદ પડવાની શક્યાતાઓ છે.

નલિયામાં તાપમાન ઉચકાઈને 10 ડિગ્રીને પાર થયું

અત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ક્યાંક ક્યાં વરસાદ પણ પડી ચૂક્યો છે ત્યારે ઠંડીના પ્રમાણમાં ઘટાડો પણ નોંધાયો છે. હવામાન વિભાગે આપેલા ઠંડીના આંકડા પ્રમાણે ગુજરાતમાં સરેરાશ લઘુતમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે જે બે ત્રણ દિવસ પહેલા 10 ડિગ્રીની આસપાસ રહેતું હતું. ગુજરાતમાં 10.5 ડિગ્રીથી લઈને 20.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં ઠંડીનો પારો ઉચકાઈને 10 ડિગ્રી પાસ થઈ 10.5 ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યારે સુરત અને વદોડરામાં 20.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ 27.2 19.3
ડીસા 25.1 16.1
ગાંધીનગર 27.2 18.5
વિદ્યાનગર 27.2 19.6
વડોદરા 29.2 20.2
સુરત 28.4 20.2
વલસાડ
દમણ 26.4 19.4
ભૂજ 24.4 11.8
નલિયા 24.6 10.5
કંડલા પોર્ટ 24.2 15.1
કંડલા એરપોર્ટ 24.6 14.2
અમરેલી 00 13.8
ભાવનગર 28.4 17.4
દ્વારકા 24.4 17.2
ઓખા 24.4 17.6
પોરબંદર 25.7 16.4
રાજકોટ 25.9 13.6
વેરાવળ 25.7 17.0
દીવ 26.7 15.8
સુરેન્દ્રનગર 25.0 15.8
મહુવા 29.8 16.3
કેશોદ 24.5 14.2

અમદાવાદમાં બે દિવસમાં ચાર ડિગ્રી ઠંડી ઘટી

વાદળછાયા વાતાવરણ અને વરસાદ વચ્ચે રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં પણ ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. અમદાવાદમાં બે દિવસમાં ચાર ડિગ્રી જેટલું તાપમાન ઉચકાયું છે. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે શુક્રવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 19.3 ડિગ્રી હતું. જે બુધવારે 15 ડિગ્રી નોંધાયું હતું. આમ અમદાવાદ શહેરમાં બે દિવસમાં ચાર ડિગ્રી જેટલું તાપમાન ઉચકાયું છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon