ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વચ્ચે આજે સાંજે 4.30 કલાકે ગુજરાતના રાજ્ય ચૂંટણી આયોગે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. જે જોતાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે, તેવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે.
રાજ્ય ચૂંટણી આયોગ આજે સાંજે 4:30 કલાકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. આ ચૂંટણીમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પ્રસંગોપાત ખાલી પડેલી પેટાચૂંટણીઓ તેમજ જૂનાગઢ મહાનગર પાલિકા માટેની સામાન્ય ચૂંટણીનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, 2 જાન્યુઆરી 2025ના રોજ રાજ્ય ચૂંટણી આયોગે 1 જિલ્લા પંચાયત, 73 નગરપાલિકા, 92 તાલુકા પંચાયત અને 1 મહાનગર પાલિકાની ચૂંટણી યોજવાની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં કરાયેલી કેટલીક નવી જાહેરાતો ઉપરાંત, બનાસકાંઠા જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને તાલુકા પંચાયતોને બાકાત રાખવામાં આવી છે.
આ પણ વાંચો:
GPSC ચેરમેન હસમુખ પટેલે યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને મહત્વની જાહેરાત કરી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થવાની છે, જે માટે તૈયારીનો માહોલ છે. રાજ્ય ચૂંટણી આયોગે 21 નવેમ્બર 2024ના રોજ 94 ચૂંટણી અધિકારી અને મદદનીશ અધિકારીઓની નિમણૂક કરી હતી, જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને સરળ અને સુચારુ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બેઠકોના વિતરણની ચર્ચાઓ સાથે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ અત્યારથી જ પોતાની સ્ટ્રેટેજી તૈયાર કરવામાં લાગી ગયા છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી ગુજરાતના આર્થિક અને સામાજિક દ્રષ્ટિકોણથી મહત્વની બની રહેશે. કારણ કે, તેમાં નાગરિકો માટે નવી નીતિઓ અને વિકાસની યોજનાઓની કેવી અસર પડી છે, તે મુદ્દે જ મતદાન થવાનું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર