ગુજરાતમાં અનરાધાર: મોડાસામાં 3 કલાકમાં 4 ઇંચ વરસાદ, વાહનો તણાયા, જનજીવન અસ્તવ્યસ્ત | Modasa in Aravalli Records 4 Inches of Rainfall in Just 3 Hours

0
9

Rain in Gujarat: ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. અનેક જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રસ્તા પર ઠેર-ઠેર પાણી ફરી વળ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં છેલ્લા ત્રણ કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. અનરાધાર વરસાદના કારણે દધાલીયા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણ વાહનો પણ તણાયા હતા. 

ગુજરાતમાં અનરાધાર: મોડાસામાં 3 કલાકમાં 4 ઇંચ વરસાદ, વાહનો તણાયા, જનજીવન અસ્તવ્યસ્ત 2 - image

ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ 

હવામાન વિભાગની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મોડાસામાં મંગવારે (23મી જૂન) સવારથી જ મેઘરાજાનો પ્રકોપ જોવા મળ્યો છે. ત્યારે દધાલીયામાં આભ ફાટતાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ છે. અવિરત વરસાદના કારણે મુખ્ય માર્ગ પર પાર્ક કરેલી બે કાર અને બે બાઇક પાણીમાં તણાઈ ગયા. ગામના રસ્તાઓ અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં ગ્રામજનો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. 

ગુજરાતમાં અનરાધાર: મોડાસામાં 3 કલાકમાં 4 ઇંચ વરસાદ, વાહનો તણાયા, જનજીવન અસ્તવ્યસ્ત 3 - image

નર્મદા જિલ્લામાં અનરાધાર વરસાદ

આજે વહેલી સવારથી નર્મદા જિલ્લામાં અવિરત વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. નર્મદા જિલ્લામાં વરસાદના કારણે નાંદોદ તાલુકાના વિડયા ગામ ખાતે આવેલી સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. આ સિવાય ડેડીયાપાડાથી રાજપીપળા આવતાં યાલ મોવી પુલ વરસાદમાં ધોવાઈ ગયો છે. 

આ પણ વાંચો: દ્વારકામાં જોવા મળ્યો ભારે કરંટ, ગોમતી ઘાટ પર ઉછળ્યા ઊંચા-ઊંચા મોજાં

બારડોલીમાં મેઘરાજા મહેરબાન


સુરતના બારડોલીમાં વરસાદ આફત બની તૂટી પડ્યો હતો. માત્ર 4 કલાકમાં 4.8 ઇંચ વરસાદ વરસતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રસ્તા પર ઠેર-ઠેર પાણી ફરી વળ્યા છે. વહેલી સવારથી શરુ થયેલા વરસાદના લીધે સ્કૂલો અને ઑફિસ જવા નીકળેલા લોકો ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા. ધોધમાર વરસાદના પગલે બારડોલીના જાહેર માર્ગો પર નદીના પૂર જેવા દૃશ્યો જોવા મળ્યા હતા.  


આજે આ જિલ્લામાં રેડ ઍલર્ટ


હવામાન વિભાગ અનુસાર, મંગળવારે (24 જૂન) વડોદરા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાહોદ, મહીસાગર તથા દાદરા અને નગર-હવેલીમાં વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ડાંગમાં વરસાદનું ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં અનરાધાર: મોડાસામાં 3 કલાકમાં 4 ઇંચ વરસાદ, વાહનો તણાયા, જનજીવન અસ્તવ્યસ્ત 4 - image

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here