01
નર્મદા: ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમની સપાટી 133.61 મીટરને પાર પહોંચી છે. જ્યારે આવતીકાલે ડેમના દરવાજા ખોલાઇ શકે છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, જ્યારે હાલ ડેમ 81 ટકા ભરાયો છે. બીજી બાજુ, 419139 ક્યુસેક પાણીની આવક નોંધાઇ રહી છે. જ્યારે જાવક 53955 ક્યુસેક છે. ઉપરાંત લાઇવ સ્ટોરેજ 4180.10 McM છે.