ગુજરાતના 206 ડેમમાં નવા નીરની આવક: 8 ડેમ છલકાયા, 14 હાઈ ઍલર્ટ પર, જાણો રાજ્યના ડેમની સ્થિતિ | New water inflow in 206 dams of Gujarat: 8 dams overflowed 14 on high alert

0
5

Gujarat’s Dams Updates : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લામાં આવેલા નદી-ડેમ છલકાયા છે. હવામાન વિભાગે આજે રવિવારે (22 જૂન) સાંજે 5 વાગ્યા સુધીમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને ડેમને લઈને આંકડાકિય માહિતી જાહેર કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં સરેરાશ 15.04 મિ.મી. વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યમાં ધોધમાર વરસાદને પગલે 206 ડેમમાં નવા નીરની આવક થઈ છે. જેમાં 8 ડેમ 100 ટકા ભરાયા છે અને 14 જેટલાં ડેમો હાઈ ઍલર્ટ પર છે, ત્યારે ચાલો જાણીએ કયા ડેમની શું છે સ્થિતિ.

ગુજરાતના 206 ડેમમાં નવા નીરની આવક: 8 ડેમ છલકાયા, 14 હાઈ ઍલર્ટ પર, જાણો રાજ્યના ડેમની સ્થિતિ 2 - image

હવામાન વિભાગ મુજબ, આજે 22 જૂનની સાંજે 4 વાગ્યા સુધીના રિપોર્ટ પ્રમાણે નર્મદા ડેમની સ્થિતિની વાત કરીએ તો, 454.98 ફૂટ સંપૂર્ણ જળાશય સ્તર અને 389.96 ફૂટ હાલનું પાણીનું સ્તર છે. જેમાં 8 ડેમ 100 ટકા ભરાયા છે, જ્યારે 26 ડેમ 70-100 ટકા, 22 ડેમ 50-70 ટકા, 57 ડેમ 25-50 ટકા અને 99 ડેમ 25 ટકાથી નીચેના સ્તરે ભરાયેલા છે. જેમાં 14 ડેમને હાઈ ઍલર્ટ, 9 ડેમને ઍલર્ટ અને 11 ડેમને લઈને વોર્નિંગ આપવામાં આવી છે. 

ગુજરાતના 206 ડેમમાં નવા નીરની આવક: 8 ડેમ છલકાયા, 14 હાઈ ઍલર્ટ પર, જાણો રાજ્યના ડેમની સ્થિતિ 3 - image

ગુજરાતના 206 ડેમમાં નવા નીરની આવક: 8 ડેમ છલકાયા, 14 હાઈ ઍલર્ટ પર, જાણો રાજ્યના ડેમની સ્થિતિ 4 - image

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 6 દિવસ અતિભારે વરસાદની આગાહી, આજે 7 જિલ્લામાં રેડ ઍલર્ટ, રાજ્યભરમાં થશે જળબંબાકાર

આજે 7 જિલ્લામાં રેડ ઍલર્ટ 

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રવિવારે (22 જૂન) બનાસકાંઠા, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, નવસારી અને વલસાડ એમ 7 જિલ્લામાં રેડ ઍલર્ટ છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, પંચમહાલ, દાહોદ, તાપી, ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં યલો ઍલર્ટને લઈને ધોધમાર વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 28  જૂન સુધી રાજ્યભરમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. 

ગુજરાતના 206 ડેમમાં નવા નીરની આવક: 8 ડેમ છલકાયા, 14 હાઈ ઍલર્ટ પર, જાણો રાજ્યના ડેમની સ્થિતિ 5 - image

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here