ગુજરાતના 10 ડેમ 100 ટકા ભરાયા, 15 હાઈ ઍલર્ટ પર, જાણો રાજ્યના ડેમની સ્થિતિ | 10 dams in Gujarat are 100 percent full 15 on high alert know Gujarat’s Dams Updates

0
4

Gujarat’s Dams Updates : ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે, ત્યારે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના પરિણામે અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સુરજવાડી, સુરેન્દ્રનગરના વાંસલ, લીમ-ભોગાવો-1 અને સબુરી, જામગનર જિલ્લાના વાઘડીયા, કચ્છના કલાઘોઘા, ભાવનગરના રોજકી તથા બગડ અને બોટાદ જિલ્લાના ભીમદાદ એમ કુલ 10 ડેમ 100 ટકા ભરાયા છે. જ્યારે 15 જેટલા ડેમને લઈને હાઈ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 28 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાતા ઍલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. 

ગુજરાતના 10 ડેમ 100 ટકા ભરાયા, 15 હાઈ ઍલર્ટ પર, જાણો રાજ્યના ડેમની સ્થિતિ 2 - image

206 ડેમમાં સંગ્રહ શક્તિના 45.01 ટકા પાણી ભરાયા

જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવ્યા મુજબ, ગત વર્ષે તેમજ ચાલુ વર્ષે પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 206 ડેમમાં કુલ સંગ્રહ શક્તિના 45.01 ટકા જળ સંગ્રહ ઉપલબદ્ધ છે. જેમાં ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના 50.15 ટકા પાણી ભરાયું છે. ગત વર્ષ 23 જૂન, 2024ની સ્થિતિએ રાજ્યના 206 ડેમમાં 38.26 ટકા જળ સંગ્રહ થયો હતો. 

આ પણ વાંચો: આગામી ત્રણ કલાક ગુજરાતના 6 જિલ્લામાં રેડ ઍલર્ટ, 29 જૂન સુધી ભારે વરસાદની આગાહી

વધુમાં સૌરાષ્ટ્રના 141 ડેમમાં સૌથી વધુ 48.15 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 43.80 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 42.03 ટકા, ઉતર ગુજરાતના 15 ડેમમાં 33.10 ટકા તેમજ કચ્છના 20 ડેમમાં 28.72 ટકાથી વધુ જળ સંગ્રહ થયો છે. આ સિવાય સરદાર સરોવર સહિત રાજ્યના 25 ડેમ 50 થી 70 ટકા વચ્ચે, 61 ડેમ 25 થી 50 ટકા વચ્ચે અને જયારે 82 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે. હાલની સ્થિતિએ સરદાર સરોવરમાં 18 હજાર, દમણગંગામાં 16 હજાર, વંથલીના ઓઝત-વિઅરમાં 13 હજારથી વધુ ક્યુસેક પાણીની આવક થઈ છે. 

ગુજરાતના 10 ડેમ 100 ટકા ભરાયા, 15 હાઈ ઍલર્ટ પર, જાણો રાજ્યના ડેમની સ્થિતિ 3 - imageગુજરાતના 10 ડેમ 100 ટકા ભરાયા, 15 હાઈ ઍલર્ટ પર, જાણો રાજ્યના ડેમની સ્થિતિ 4 - image

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here