ગુજરાતના પોલીસ બેડામાં મોટો ફેરફાર, કુલ 25 IPSની બદલી કરવામાં આવી

HomeGandhinagarગુજરાતના પોલીસ બેડામાં મોટો ફેરફાર, કુલ 25 IPSની બદલી કરવામાં આવી

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

કાલાવડ અને રાજકોટ પંથકમાં વાયર ચોરી કરતી ગેંગ ઝડપાઇ | Gang caught stealing wires in Kalavad and Rajkot dioceses

પડધરીનાં ત્રણ શખ્સોની ધરપકડ, બે સાગરીતોની શોધખોળછ સ્થળેથી વીજ કંપનીનો એલ્યૂમિનીયમનો વાયર ચોર્યાની કબૂલાત, ૧૭૦૦ મિટર વાયર અને બે વાહન સહિત રૂા. ૪ લાખથી...

ગાંધીનગર: ગુજરાતના પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં કુલ 25 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજકુમાર પાંડિયનને AGGP લો એન્ડ ઓર્ડરમાં મુકવામાં આવ્યા છે. તો બીજી તરફ અજય ચૌધરીને મહિલા સેલ ADGP બનાવવામાં આવ્યા છે. સાથે જ લીના પાટીલને વડોદરાના એડિશનલ કમિશનર બનાવવામાં આવ્યા છે.

એમ.એલ. નીનામાને વડોદરા સિટીથી બદલીને IGP સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગાંધીનગરમાં નિમણૂક કરવામાં આવી છે. વિધિ ચૌધરીની અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચ માટે એડિશનલ કમિશનર ઓફ પોલીસ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જયપાલસિંહ રાઠોડની રાજકોટ રૂરલથી બદલી કરીને અમદાવાદ શહેરના એડિશનલ સીપી તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે.

ડૉ. સુધીરકુમાર દેસાઈને ઈન્ટેલિજન્સ ગાંધીનગરમાં એસપી તરીકે નિમવામાં આવ્યા છે. બલરામ મીનાને અમદાવાદ વેસ્ટર્ન રેલવે એસપીના પદ પરથી બદલી કરીને અમદાવાદ શહેર ઝોન-1ના ડીસીપી તરીકે નિમવામાં આવ્યા છે. હિમકરસિંહને અમરેલી એસપી પરથી બદલી કરીને રાજકોટ રૂરલના એસપી તરીકે નિમવામાં આવ્યા છે. ઉષા રાડાને SRPF મુદેટી સાબરકાંઠા પરના પદ પરથી બદલી કરીને વડોદરા જેલના સુપ્રિટેન્ડન્ટ તરીકે નિમવામાં આવ્યા છે.

આ ઉપરાંત સંજય કરાટને એન્ટી ઈકોનોમિક ઓફેન્સિસ વિંગ ગાંધીનગરમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે નિમવામાં આવ્યા છે. આ સિવાય રવિન્દ્ર પટેલને પાટણ એસપીના પદ પરથી બદલી કરી ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિમવામાં આવ્યા છે. આ સાથેજ રાજ્યમાં કુલ મળીને 25 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમની જુદા જુદા હોદ્દાઓ પર નિમણૂંક કરવામાં આવી છે.

 IPS અધિકારીઓની બદલીનું લીસ્ટ

  • રાજકુમાર પાંડિયનની ADGP લો એન્ડ ઓર્ડર

  • શમશેરસિંઘને એન્ટી કરપ્શન બ્યૂરોના ડિરેક્ટર પદ પર યથાવત

  • અજય ચૌધરી બન્યા ADGP મહિલા સેલ

  • વિધિ ચૌધરીને અમદાવાદના સ્પે. કમિશનર બનાવાયા

  • એમ. એલ નીનામા બન્યા IGP સ્ટેટ ટ્રાફિક બ્રાંચ

  • જયપાલસિંહ રાઠોડ JCP સેક્ટર-2 અમદાવાદ

  • ડો. લીના પાટીલ બન્યા એડી. કમિશ્નર વડોદરા

  • ડો. સુધીર દેસાઈ બન્યા SP IB, ગાંધીનગર

  • બલરામ મીણા બન્યા DCP ઝોન-1 અમદાવાદ શહેર

  • હિમકર સિંહ બન્યા રાજકોટ ગ્રામ્ય SP

  • ઉષા રાડા બન્યા વડોદરા જેલ SP

  • સંજય ખરાત બન્યા અમરેલી SP

  • ડો. રવિન્દ્ર પટેલ ડાયરેક્ટર સ્ટેટ પો. હા. બોર્ડ., ગાંધીનગર

  • વિકાસ સુંદા બન્યા કચ્છ (પશ્ચિમ)ભુજ SP

  • હિમાંશુ વર્મા બન્યા SP CID ક્રાઈમ આર્થિક ગુના

  • આલોક કુમાર બન્યા DCP ઝોન-1 સુરત

  • અભિષેક ગુપ્તા બન્યા DCP ઝોન – 3 વડોદરા

  • નીધી ઠાકુર ઠાકુરની અમદાવાદ સેન્ટ્રલ જેલના નવા જેલર તરીકે બદલી

  • એન. એ. મુનિયા કમાન્ડન્ટ SRPF ગ્રુપ 3, મડાણા

  • વસંતકુમાર નાઈ બન્યા SP પાટણ

  • ભરતકુમાર રાઠોડ બન્યા DCP ઝોન-2 અમદાવાદ

  • ભક્તિ ડાભી બન્યા DCP હેડ ક્વાર્ટર સુરત શહેર

  • મેઘા તેવર કમાન્ડન્ટ SRPF ગ્રુપ – 6 સાબરકાંઠા

  • કોમલ વ્યાસ કમાન્ડન્ટ SRPF ગ્રુપ – 17 જામનગર

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon