આણંદ: દરેક ગામમાં એક એક એવી ખાવાની વસ્તુ મળતી હોય છે. જે પ્રખ્યાત હોય છે. જેથી તે વસ્તુના નામથી જ ગામને લોકો ઓળખતા થઈ જાય છે. આવી જ રીતે આણંદના જોળ ગામને પણ તેના પ્રખ્યાત ભજીયા અને ચટણીના કારણે ઓળખવામાં આવે છે. જો કે, તમને જાણીને નવાઈ લાગશે કે, અહીંના ભજીયા નહીં પણ ચટણી લોકોને ખૂબ પ્રિય છે. જેથી અહીં મળતા ભજીયા કરતાં ચટણી મોંઘા ભાવે વેચાય છે.
ભજીયા કરતાં ચટણી મોંઘી
જોળ ગામ ખાતે આવેલા ભજીયા હાઉસમાં મળતી ચટણી દેશ-વિદેશમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો દ્વારા ચટકારા લઈને ખાવામાં આવે છે. આ જગ્યાએ દરરોજ મોટી સંખ્યામાં લોકો ભજીયા અને ચટણીની મજા માણવા માટે ઉમટી પડે છે. આ ચટણી તેમની ખાસિયત છે. જે ફક્ત આણંદ જ નહીં પરંતુ, તેના આસપાસના ગામની સાથે સાથે દેશ-વિદેશમાં પણ લોકો દ્વારા લઈ જવામાં આવે છે. આ ચટણી એક અઠવાડિયા સુધી ફ્રિજમાં રાખવાથી ખરાબ થતી નથી.
આ અંગે નિલેશભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા 10-12 વર્ષથી તેઓ ભજીયા હાઉસમાં કામ કરી રહ્યા છે. આ ભજીયા હાઉસની ખાસિયત એ છે કે, તેમના દ્વારા બધી જ વસ્તુઓ ફ્રેશ વાપરવામાં આવે છે. જેમાં મેથી, લસણ, ડુંગળી વગેરે વસ્તુઓ ફ્રેશ હોવાના કારણે તેનો સ્વાદ ખુબ જ સારો આવે છે. જેથી લોકો ભજીયા કરતાં પણ સૌથી વધુ ચટણી ખાવા માટે આવે છે.
ચટણી બનાવવામાં આ વસ્તુઓનો કરે છે ઉપયોગ
આ ચટણી બનાવવામાં ખાલી લસણ, ડુંગળી અને ટામેટાંનો જ ઉપયોગ કરવામાં આવે છે. બીજી કોઈ પણ વસ્તુ આમાં ઉમેરવામાં આવતી નથી. તેમ છતાં પણ તેનો સ્વાદ એટલો સારો હોય છે કે, લોકો દ્વારા ચટણી ખાધા બાદ પેકિંગ કરાવીને પણ લઈ જાય છે. તેમના દ્વારા વેચવામાં આવતા ભજીયા 30 રૂપિયાના 100 ગ્રામ મળે છે જ્યારે ચટણી 40 ની 100 ગ્રામ મળી રહી છે. આ ચટણી રોજ સવારે જાતે ફ્રેશ બનાવવામાં આવે છે જેના કારણે આનો ભાવ ખૂબ વધારે પ્રમાણમાં છે. આ ચટણી લોકો દ્વારા પાર્સલ પણ લઈ જવામાં આવે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના દ્વારા બનાવવામાં આવતી આ ચટણી આણંદની સાથે સાથે દેશ-વિદેશમાં પણ મોકલવામાં આવે છે. જેમાં બે કે ત્રણ વખત પેક કરીને તેને બોક્સમાં વિદેશ મોકલવામાં આવે છે. આ ચટણીને ડીપ ફ્રીઝમાં રાખવાથી એક અઠવાડિયા સુધી બગડતી નથી. જેના કારણે લોકો દ્વારા તેને મોટા પ્રમાણમાં લઈ જવામાં આવે છે.
આટલી વેરાયટીના મળે છે ભજીયા
ભજીયાની વાત કરીએ તો, તેમને ત્યાં મેથી, બટેટા વડા, દાળવડા, દાબડા વગેરે જેવા ભજીયા મળી રહે છે જેમાં ખાસ મેથી અને દાળવડા ખૂબ જ વધારે પ્રમાણમાં લોકો દ્વારા ખાવામાં આવે છે. લોકોને તેમને ત્યાં ભજીયા ખાવા માટે વેઇટિંગમાં પણ ઊભું રહેવું પડે છે. ખાસ કરીને રવિવારના દિવસે તો કલાક સુધીનું વેઇટિંગ હોતું હોય છે. એક દિવસનું 20 થી 25 હજારનો વકરો તેઓ ખૂબ જ સહેલાઈથી મેળવી રહે છે.
શાકભાજી જાતે ઉગાડીને વાપરે છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, જે સિઝનમાં મેથી અથવા તો બીજી વસ્તુઓ ના મળતી હોય ત્યારે ખેતરમાં પોતે જાતે શાકભાજી વાળીને વસ્તુઓ બનાવીને વેચે છે. જેમાં ચટણી બનાવવા માટેના લસણ, ટમેટા અને ડુંગળી પણ ખેતરમાં ઉગાડીને ફ્રેશ વાપરે છે. ખાસ કરીને મેથી જે સિઝનમાં ખૂબ મોટી હોય ત્યારે ખેતરમાં ઉગાડીને વાપરવાથી ખૂબ જ સારા અને સસ્તા ભાવે ભજીયા વેચી શકે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
[ad_1]
Source link